Wednesday, May 17, 2023

નવસારીના ગાંધી ફાટક ઓવરબ્રીજ પાસે ડમ્પરચાલકે મોપેડને અડફેટે લેતા બે મહિલાના મોત | Two women died when a dumper driver hit a moped near Gandhi Phatak overbridge in Navsari | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારી શહેરને અડીને આવેલા ગાંધી ફાટક ઉપર ગત મોડી રાત્રે મોપેડ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં મોપેડ સવાર 2 મહિલા અને યુવાન રોડ પર પટકાયા હતા જેમાં સ્થળ પર એક મહિલાનું મોત થયું હતુ. અન્ય એક મહિલાને સારવાર અર્થે સુરત ખસેડવામાં આવતા તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.

નવસારી જિલ્લામાં હાલમાં બેકાબૂ બનેલા ડમ્પરે અનેક લોકોના ભોગ લીધા છે તેમ છતાંય તેમને કાબૂ કરવા માટે વહીવટી તંત્ર સ્વતંત્ર નિષ્ફળ નીકળ્યું છે. વિજલપોરથી પરિચિતોને મળીને કૃષ્ણપુર જતા બે મહિલા અને યુવાન ત્રીપલ સીટ સવાર થયા હતા. રામનગર થી ગાંધી ફાટક ઉપર બનેલા ઓવરબ્રિજ પર ચડવા જતા ધસમસતા આવેલા ડમ્પરે મોપેડને જોરદાર ટક્કર મારતાં ત્રણેય રોડ પર પટકાયા હતા જેમાં ચાલક યુવાન સહિત બંને મહિલાઓ ગંભીર ઇજા થઈ હતી. અકસ્માતમાં 55 વર્ષીય પ્રભાવતી ડાહ્યા ટંડેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. અન્ય એક 42 વર્ષે રમીલાબેન ટંડેલ ગંભીર તે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નવસારી બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ ખસેડ્યા બાદ તેઓ પણ મોતને ભેટ્યા છે.

છેલ્લા લાંબા સમયથી ડમ્પર યમદૂત બનીને રોડ પર દોડી રહ્યા છે ત્યારે આ મામલે ટ્રાફિક વિભાગ અને RTO પણ તેમની સ્પીડ પર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે રાત્રિના સમયે ખુલ્લા રોડ પર સ્પીડમાં દોડતા ડમ્પર અનેક લોકોના જીવ લીધા છે ત્યારે ફરીવાર બે મહિલાઓએ અકસ્માતમાં જીવ ગુમાવતા તેમના પરિવાર પર વજ્રઘાત થયો છે. અકસ્માતમાં બચી જનાર 22 વર્ષે યુવાન દક્ષય ટંડેલે દંપરચાલક વિરુદ્ધ વિજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પોલીસે ચાલક વિરોધ કાર્યવાહી કરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.