સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરતના ભેસ્તાન રેલ્વે ટ્રેક પાસે બે યુવકોને કરંટ લાગતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
ભેસ્તાન નજીક રેલવે ટ્રેકની પાસે કામ કરતા કામદારોને કરંટ લાગવાની ઘટના સામે આવી છે. ભેસ્તાન આવાસ બ્રિજ સામે કામદારોને કરંટ લાગતાની સાથે જ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બંનેની હાલ તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
બે યુવકોને કરંટ લાગ્યા
ભેસ્તાન રેલ્વે ટ્રેક નજીક કામ કરતા કામદારોને વિજ કરંટ નો ઝટકો ખૂબ જ જોરમાં લાગ્યો હોવાની વિગતો મળી હતી. ટ્રેક નજીક ખાડામાં કામ કરતા સમયે બે યુવકોને કરંટના જોરદાર ઝટકા લાગ્યા હતા. યુવાનો દ્વારા ખાડો ખોદયા બાદ ત્યાં પ્લાસ્ટર કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ખાડાની અંદર કેટલાક છુટા વાયર હોવાને કારણે લાગ્યો હતો. કરંટની તીવ્રતા હોવાને કારણે તેઓ એક જ ઝાટકે બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. એક યુવકનું નામ મહાદેવ સિંગ ઉમર 18 વર્ષ અને ચુન્નું સિંગ 20 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી
રેલવે ટ્રેક નજીક કામ કરતા સમયે લાગેલા કરંટ ને કારણે બંને યુવકોને સારવાર માટે 108 ની મદદથી સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. બંને યુવકો એસએમસી પ્લાન્ટમાં રહેતા હોવાની વિગત પ્રાપ્ત થઈ છે.ડીંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે.