29 મિનિટ પહેલા
- કૉપી લિંક
અનિરૂદ્ધસિંહ મકવાણાદારૂડિયો ડોક્ટર સસ્પેન્ડઅમદાવાદના કોંગી મહિલા કોર્પોરેટર દર્દી બનીને ગયા, ચાંદખેડા UHCને ડોક્ટરને દારૂ પીધેલી હાલતમાં ઝડપ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત હોસ્પિટલોમાં હવે નાઈટ ડ્યુટી કરતા ડોક્ટરો રાત્રે દર્દીઓની સારવાર નહીં. પરંતુ પોતાના રાજા પાઠમાં રહેતા હોય તેવો એક કિસ્સો ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટર (UHC)માં સામે આવ્યો છે. નાઈટ ડ્યુટીમાં રહેલા ડો.બ્રિજેશ કટારા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી દ્વારા આ દારૂડિયા ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર દારૂ પી અને ફરજ ઉપર હતા અને તે બાબતેની મળેલી ફરિયાદ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. ડોક્ટરને આ મામલે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી માટે ચાલી રહી છે.
કોર્પોરેટરે મેડિકલ ઓફિસરને જાણ કરીમહિલા કોર્પોરેટર ખુદ ત્યાં પેશન્ટ બનીને ગયા હતા. ડો. બ્રિજેશ પાસે તેઓએ સારવાર કરાવી હતી અને તે દરમિયાન તેમના મોઢામાંથી દારૂ પીધેલા હોવાની તીવ્ર વાસ આવી હતી અને અન્ય દર્દીઓ પાસે પણ લઈ જતા તેઓ દારૂ પીધેલી હાલતમાં જ હોય તેવું જણાવ્યું હતું. આ સમગ્ર બાબતે તેઓએ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. જ્યોતિબેનને તાત્કાલિક ત્યાંથી જાણ કરી હતી.
ડોક્ટરના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતીચાંદખેડા વોર્ડના મહિલા કોર્પોરેટર રાજેશ્રીબેન કેસરીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરમાં ડો. બ્રિજેશ કટારા છેલ્લા કેટલાય સમયથી દારૂ પી અને ડ્યુટી ઉપર આવે છે અને દારૂ પીધેલી હાલતમાં જ દર્દીઓની સારવાર કરતા હોય છે. જેથી ગુરુવારે રાત્રે હું જાતે દર્દી બની અને ડોક્ટર બ્રિજેશ કટારા પાસે સારવાર લેવા માટે ત્યાં પહોંચી હતી. ત્યાં જઈ અને તેમને તબિયત ખરાબ હોવાનું કહેતા તેઓએ બીપી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેઓની સાથે વાત કરતા તેમના મોઢામાંથી દારૂ પીધેલા હોવાની તીવ્ર વાસ આવતી હતી આ ઉપરાંત રૂમમાંથી પણ ખૂબ જ વાસ આવતી હતી.
ડોક્ટર સરખી રીતે ચાલી શકતા ન હતારાજેશ્રીબેન કેસરીએ ખુદ ડોક્ટરે કહ્યું હતું કે ચાલો મારો ટેસ્ટ કરો તો ડોક્ટર પોતે ટેસ્ટ કરી શક્યો ન હતો. ત્યારબાદ તેઓને ઊભા થઈ અને બીજા દર્દી પાસે લઈ ગયા હતા. ત્યાં પણ તેમની સારવાર કરાવવાનું કહેતા તે કરી શક્યો ન હતા. ડો.બ્રિજેશ કટારા એટલી દારૂ પીધેલી હાલતમાં હતા કે તેઓ સરખી રીતે ચાલી પણ શકતા ન હતા અને લથડીયા ખાતા હતા. આ ઉપરાંત જ્યારે મહિલા કોર્પોરેટર અન્ય દર્દીઓ સાથે લઈ જઈ અને તેમની સારવારનું કહ્યું તો આટલા વાગ્યા છે. રાતનો સમય છે, તમે અહીંયા આવી ન શકો. આવી રીતે દર્દીઓને હેરાન ન કરી શકો તેમ કરી અને તેમને નિયમો સમજાવતા હતા.
અન્ય દર્દીઓએ પણ ફરિયાદ કરીજ્યારે જનરલ વોર્ડમાં અન્ય દર્દીઓ પાસે ગયા તો દર્દીઓએ પણ ફરિયાદ કરી હતી કે, આ ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવતી નથી અને પીધેલી હાલતમાં છે. ડોકટર એટલા રાજાપાઠમાં હતો કે તે સરખી રીતે બોલી પણ શક્તો ન હતો. મહિલા કોર્પોરેટર તેની સાથે વાત કરતા હતા, તો ખુરશીમાં એટલો આરામથી બેસીને તે વાત કરતો હતો. તે જાણે તેને એવું હોય કે મારું કોઈ કાઈ બગાડી શકશે નહીં. ત્યારબાદ મહિલા કોર્પોરેટર રાજેશ્રીબેન કેસરી દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસ તાત્કાલિક અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચી હતી. પરંતુ ડોક્ટર દ્વારા માફી માંગવામાં આવતા અને તેને માફ કરી દેવાનું કહેતા છેવટે તેને જવા દેવામાં આવ્યો હતો.
અન્યત્રના UHCમાં પણ આવી ફરિયોદ થયેલીરાજશ્રીબેન કેસરીએ વધુમાં જણાવ્યું હતું કે ડો. બ્રિજેશ કટારા અગાઉ પ્રખ્યાત અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતો હતો અને ત્યાં પણ તેની બેથી ત્રણ વખત ફરિયાદો આવી હતી. ત્યારબાદ તેની બદલી કરી અને તેને બે મહિના પહેલા જ ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર તરીકે મૂકવામાં આવ્યો હતો. છેલ્લા 15 દિવસથી આ બ્રિજેશ કટારાની ફરિયાદો આવતી હતી. અગાઉ પણ બે વખત મેડિકલ સુપ્રિટેન્ડન્ટ જ્યોતિબેન દ્વારા ડોક્ટર બ્રિજેશ કટારાને નોટિસ પણ આપવા માં આવી હતી. છતાં પણ આ ડોક્ટર દ્વારા નાઈટ ડ્યુટીમાં દારૂ પી અને નાઈટ ડ્યુટી પર આવી અને સારવાર કરતા હતા.