નવસારી જિલ્લામાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પૂર્ણા સહિત અન્ય નદી પર બનનારા ઓવરબ્રિજનું કામ પ્રગતિ પર | Under the bullet train project passing through Navsari district, the work of overbridges on Purna and other rivers is in progress. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Under The Bullet Train Project Passing Through Navsari District, The Work Of Overbridges On Purna And Other Rivers Is In Progress.

નવસારી17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અનેક જિલ્લાઓમાં નદી ઉપર પુલ બની રહ્યા છે. જેના નિર્માણની માહિતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તંત્ર દ્વારા આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાર નદીઓ પર પુલ બનવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ છે. ખેતર કે સીધા રોડ પર પુલ બનાવવાની કામગીરી જેટલી સરળ છે તે તેની સામે નદી ઉપર પુલ બનાવવું એ સમય માંગી લેતી પ્રક્રિયા છે જેની માહિતી હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

નવસારી જિલ્લામાં પૂર્ણ,અંબિકા,ઔરંગા અને હિંડોળા નદી પર ઓવરબ્રિજ બની રહ્યો છે. આગામી સમયમાં આ કામગીરી પૂર્ણ થઈને તમામ વાયડક બ્રીજ તૈયાર થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સેવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જીણામાં ઝીણી વિગત વડાપ્રધાનને પહોચાડવામાં આવે છે સાથે જ આ પ્રોજેક્ટ નિયત મર્યાદામાં પૂર્ણ કરવાની પણ તૈયારી સંબંધિત વિભાગ એ બતાવી છે.

ગુજરાતના અન્ય જિલ્લામાં નિર્માણાધિન નદીઓ પર બનતા પુલની વિગત પર નજર કરીએ તો MAHSR કોરિડોર પર કુલ 24 નદી પુલ છે. (ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત) ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પરનો 1.2 કિમી લાંબો નદી પુલ ગુજરાતમાં બાંધવામાં આવેલો સૌથી લાંબો પુલ છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં પાર નદી પર 320 મીટર લાંબો પુલ જાન્યુઆરી 2023માં તૈયાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાબરમતી, મહી, નર્મદા, તાપી અને અન્ય નદીઓ પર ફાઉન્ડેશન, થાંભલા અને અન્ય માળખાકીય કામો પ્રગતિમાં છે.

Previous Post Next Post