મહિસાગર (લુણાવાડા)6 કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ માનગઢ હિલ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. માનગઢ ખાતે ફોરેસ્ટ વિભાગના ચાલો કરીએ જ્ઞાન વહેંચણી કાર્યક્રમ અંતર્ગત વનસ્પતિ છોડ રોપ્યા તેમજ માનવઢ ખાતે જાતે સફાઈ કરી સફાઈ અભિયાનનો લોકો સુધી સંદેશ પહોંચાડ્યો હતો. તેમજ માનગઢ ખાતે આવતા પર્યટકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો. મંત્રીની સાથે કાર્યકરો અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગતરોજ પણ મહીસાગરના સંતરામપુર તાલુકામાં આવેલા માનગઢ ધામ ખાતે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આયોજિત અનુભૂતિ 2023 ગ્રામ્ય જીવન દર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં રાજ્ય સરકારના આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર અનોખા અંદાજમાં મહેમાનગતિમાં જોવા મળ્યા હતા. તેઓએ ABVPના કાર્યકરો, વિધાર્થીઓને ખાખરાના ઝાડના લીલા પાનમાં ભોજન કરાવી જાતે ભોજન લીધું હતું. લુપ્ત થતી વર્ષો જૂની પરંપરા મુજબ ખાખરાના પડીયા-પતરાળામાં ભોજન પીરસી સંસ્કૃતિની યાદ અપાવી હતી. તેઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને તેના ક્લચર વિશે પણ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.