સુરતના ઉત્રાણ વિસ્તારમાં અજાણ્યા યુવકનો કિશોરી પર દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી | An unknown youth attempted to rape a girl in Surat's Uttran area, the police conducted an investigation based on the CCTV footage. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • An Unknown Youth Attempted To Rape A Girl In Surat’s Uttran Area, The Police Conducted An Investigation Based On The CCTV Footage.

સુરત5 કલાક પહેલા

  • કૉપી લિંક

શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય કિશો૨ીની અજાણ્યા યુવક દ્વારા છેડતી કરાયા હોવાના બનાવ સામે આવ્યો છે. સ્કૂલે જવા માટે નીકળેલી કિશોરી ઉત્રાણ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યો યુવક મોપેડ લઈને તેની પાસે આવ્યો અને કિશોરીને તારા બાની દવાખાને ફાઇલ આપવાની છે કહી એક્ટીવા પર બેસાડી દીધી હતી. ત્યારબાદ ઉત્રાણ વિસ્તારમાં સિલવાસા ટ્વીન ટાવર પાસે કિશોરીની જબરજસ્તી હાથ પકડી છેડતી કરી ત્યાંથી નાસી છૂટયો હતો ત્યારે ઘટનાને અંગે પરિવારે યુવક વિરુદ્ધ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતી અને અપહરણનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

એક્ટીવા પર બેસાડીને યુવતીને લઈ ગયો
આ બનાવ અંગે મળતી વિગત મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય કિશોરી ઉત્રાણ વિસ્તારમાં આવેલ એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તારીખ 28/4/2023ના રોજ સવારે 10થી 10.30 વાગ્યાના અરસામાં કિશોરી ચાલતા-ચાલતા ઉત્રાણના સુદામા ચોક ગંગોત્રી શોપિંગ સેન્ટર પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક અજાણ્યો યુવક એક્ટીવા પર આવ્યો હતો. કિશોરી પાસે આવી તારી બાની દવાખાનાની ફાઈલ આપવા જવાનું છે તેમ કહીને તેને એક્ટીવા પર બેસાડી દીધી હતી.

કિશોરીની છેડતી કરી યુવક ફરાર
જે-તે સમયે યુવકે તેનો હાથ પકડી એકટીવા પર બેસાડી હતી અને ત્યારબાદ આ યુવક ઉત્રાણ વિસ્તારમાં જ સિલવાસા ટ્વીન ટાવર પાસે આવેલ ખુલ્લી ગેલેરીમાં લઈ ગયો હતો. ત્યાં પણ તેણીનો હાથ પકડી તેની છેડતી કરી હતી. જો કે, ત્યારબાદ યુવક કિશોરીને ત્યાં જ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ​​​​​​આ ​બનાવને પગલે કિશોરીએ તમામ હકીકત તેના પરિવારને જણાવી હતી. આ અંગેની જાણ પરિવારને થતા તેના માતા પિતાએ ઉત્રાણ પોલીસ મથક પહોંચ્યા હતા અને પોતાની દીકરી સાથે બનેલ બનાવો અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી
ઉત્રાણ પોલીસ મથકમાં પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા વી.જી માલાણીએ આ મામલે કિશોરીના પરિવારની ફરિયાદ લઇ અજાણ્યા યુવક સામે અપહરણ અને છેડતીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, હાલ તો આ યુવક કોણ છે? તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ, પોલીસે સિલવાસા ટ્વીન ટાવર તથા સુદામા ચોક ગંગોત્રી શોપિંગ સેન્ટરની આજુબાજુના અને આખા રસ્તા પરના તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજના આધારે યુવકની શોધખોળ હાથ ધરી છે.

Previous Post Next Post