ગીરગઢડાના જામવાળામાં અડધો કલાકમાં દોઢથી બે ઇંચ ભારે પવન સાથે ધોધમાર વરસાદ; પવનના સુસવાટાથી વાહન ચાલકો રસ્તા પર અટવાયાં.. | One and a half to two inches of heavy rain in half an hour at Jamwala in Girgarhda; The drivers got stuck on the road due to the gust of wind. | Times Of Ahmedabad

ઉના5 કલાક પહેલા

  • કૉપી લિંક

ઉના ગીરગઢડા પંથકમાં છેલ્લા ચાર દિવસથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ઝાંપટા વરસ્યા હતા અને ગઇકાલે ઉના શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ઉના ગીરગઢડા પંથકમાં બપોર બાદ વાદળો ઘેરાતા વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગીર જંગલ બોર્ડર વિસ્તારના જામવાળા ગામે અચાનક ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું હતુ. ચાલુ વરસાદે ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસતા રસ્તા પરથી વાહનોને પસાર થવુ મુશ્કેલ બની ગયું હતું અને ભારે પવન સાથે વરસાદથી આ વિસ્તારના ખેડૂતોના બાગાયતી પાકો, કેસર કેરી આંબા પરથી ખરી પડી હતી. જેના કારણે બાગયતી પાક તેમજ ઉનાળુ પાકને ભારે નુકસાન થવા પામેલ છે.

ગીર બોર્ડર વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવતા નજીકના ગીરગઢડાના જામવાળા ગામમાં અડધો કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના પગલે રસ્તા પર જાણે નદીઓ વહેતી થઇ હોય તેવા દૃશ્યો જોવા મળેલા હતા. આ છેલ્લા ચાર દિવસથી ઉના ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાકને નુકસાન થવાથી હાથમાં આવેલો કોડીયો છીનવાય જતાં પાયમાય બની ગયા છે.

Previous Post Next Post