ડાંગમાં આજે ફરી કમોસમી વરસાદ ખાબક્યો; વરસાદને કારણે ખેડૂત લાચાર બન્યો; વાવાઝોડામાં ગાડી પર ઝાડ તૂટી પડતાં નુકસાન | Unseasonal rain lashed Dang again today; The rain made the farmer helpless; Damage caused by tree falling on vehicle in storm | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Unseasonal Rain Lashed Dang Again Today; The Rain Made The Farmer Helpless; Damage Caused By Tree Falling On Vehicle In Storm

ડાંગ (આહવા)24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના આહવા પંથકમાં સતત વર્ષી રહેલા કમોસમી વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જ્યારે જગતનો તાત વર્ષી રહેલા વરસાદને લાચાર બની જોઈ રહ્યો હતો. સતત વર્ષી રહેલા વરસાદને પગલે હાલ ડાંગમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રોજ સતત વરસતા કમોસમી વરસાદ એ કહેર વર્તાવ્યો છે. ત્યારે ડાંગનાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનિય બની જવા પામી છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, પંરતુ સમયાંતરે સતત વાતાવરણમાં પલટો આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગત રોજ પણ ડાંગનાં ગિરિમથક સાપુતારા, સુબીર, ગલકુંડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ તુટી પડતાં સર્વત્ર પાણી રેલમછેલ થયું હતું.

ડાંગમાં પડી રહેલા સતત કમોસમી વરસાદના કારણે કઠોળ, શાકભાજી, બાગાયતી તેમજ ડુંગળીના પાક આંખ સામે પલળી જતા ભારે નુકશાન થતાં ખેડૂત કફોડી સ્થિતિમાં મુકાયો હતો. હાલ ખેડૂત થોડા ઘણા બચેલા પાકને બચાવવા માટે મહેનત કરતો જણાયો હતો. જ્યારે ગત રોજ વઘઈમાં આવેલા વાવાઝોડામાં ગાડી પર ઝાડ તૂટી પડતાં ખાના ખરાબી સર્જાઈ હતી.

Previous Post Next Post