મહેસાણા26 મિનિટ પહેલા
- કૉપી લિંક
હવામાન ખાતાની આગાહીને પગલે આજે બપોર બાદ અસહ્ય ઉકળાટ પછી ફરી એકવાર બહુચરાજી પંથકમાં સાંજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. જેને લઈ કેટલાંક વિસ્તારમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં.
ભારે પવન સાથે વરસાદ ખાબકડા મોટાભાગનાં વિસ્તારમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. ચાલુ વર્ષે સતત કમોસમી વરસાદનાં પગલે ફરી એકવાર આ વરસાદથી ખેડૂતોને પાક બચાવવા દોડાદોડી કરવી પડી હતી. હાલમાં તો સૌથી વધુ રજકો, ઉનાળુ બાજરી તથા ઘાસચારાંનાં પાકમાં નુકસાન થયું હતું. પંથકમાં જાહેર રોડ પર વૃક્ષો ધારાસાઈ થવાનાં કારણે વાહન-વ્યવહાર ઠપ થયો હતો. આ કમોસમી વરસાદ પડવાથી કૃષિક્ષેત્રે જગતતાતને કોઈ ફાયદો થયો નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.