વલસાડ જિલ્લાના VAI મુક્તિધામ ખાતે છેલ્લા 6 વર્ષમાં 4,763 મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો | 4,763 bodies cremated in last 6 years at VAI Mukti Dham in Valsad district | Times Of Ahmedabad

વલસાડ6 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી ખાતે UPL મુક્તિધામને ઇકોફ્રેન્ડલી બનાવ્યું હતું. 6 વર્ષ પહેલા તા. 27 મે 2017ના રોજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના રાજ્ય કક્ષાના મંત્રી પુરષોતમ રૂપાલા અને રસાયણ અને ખાતર, માર્ગ પરિવહન, ધોરીમાર્ગો અને શિપિંગના રાજ્ય કક્ષાના મંત્રી મનસુખ મંડાવીઆના હસ્તે, વાપી ઔદ્યોગિક ક્ષેત્ર અને તેની આસપાસની જાહેર જનતા માટે, VIA દ્વારા સંચાલિત – મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક આધુનિક અને ઇકો ફ્રેન્ડલી મુક્તિધામનું લોકાર્પણ વાપી ઔદ્યોગિક ક્ષેત્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આજ દિન સુધી લગભગ 4763 જેટલા મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે. જેને કારણે લગભગ 952600 Kg જેટલા લાકડાની બચત થઇ છે.

મુક્તિધામને 6 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે છેલ્લા 6 વર્ષનો ચિતાર મેળવવા અને તેની ઉજવણી રૂપે આજ રોજ UPL-મુક્તિધામ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુક્તિધામની છેલ્લા 6 વર્ષની કામગીરી વિષે વિગતવાર ચિતાર મેળવવામાં આવ્યો હતો. છેલ્લા 6 વર્ષમાં 4,763 મૃઠીનુ નવીકરણ કરીને જાહેર તદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો જેને કારણે અંદાજીત 9,52,600 Kg લાકડાની બચત થઇ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે એક જુની ભઠ્ઠી નવી બનાવવામાં અને બધી જ ભજનતાની સુવિધા માટે બનાવવામાં આવ છે. અને આ UPL-મુક્તિધામ ખાતે આવેલ પ્રાર્થના સભા ખંડમાં નવી eco proof સિસ્ટમ લગાવવામાં આવશે આ મિટિંગમાં મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને VIAના એડવાઈઝરી બોર્ડ મેમ્બર યોગેશભાઈ કાબરિયા, મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના માનદ મંત્રી તુષારભાઈ શાહ, સહ માનદ મંત્રી મગનભાઈ સાવલિયા, VIAના પ્રમુખ નોટીફાઈડ ચેરમેન સતિષભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ અને કમિટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post