નર્મદા જિલ્લામાં એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે, 'તેમના દ્વારા લાગુ યોજનાઓને લઈને ગામે ગામ જઈશું': ડૉ.દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય | Various programs will be held in Narmada district for a month, 'We will go village to village with schemes implemented by them': Dr Darshanaben Deshmukh, MLA | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Various Programs Will Be Held In Narmada District For A Month, ‘We Will Go Village To Village With Schemes Implemented By Them’: Dr Darshanaben Deshmukh, MLA

નર્મદા (રાજપીપળા)4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

30 મેં ના રોજ શરૂ થતાં ગુજરાત ભરના મહાસંપર્ક અભિયાનમાં નર્મદામાં પણ વિવિધ કાર્યક્રમોની ભરમાર થશે. કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના કેબિનેટ મંત્રીઓની વિઝીટોથી લઈને બંને લોકસભા ક્ષેત્રના તમામ વિસ્તારોને આવરી પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવેલ વિકાસ અને સિદ્ધિઓને જન જન સુધી પહોંચાડી જાગૃતીનું કામ કરવામાં આવશે. જેને લઇને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની આગેવાનીમાં સુંદર માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમના પ્લાનિંગના ભાગરૂપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ અને મહામંત્રી નીલ રાવ અને વિક્રમ તડવીની ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

સમગ્ર ભારતની સાથે સાથે આગામી 30 મેં થી 30 જુન સુધી ગુજરાતભરમાં ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન યોજનાર છે. કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વમાં 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓ સરકારની સિદ્ધિઓ, યોજનાઓ, ઉપલબ્ધિઓ અને નીતિઓ સર્વવ્યાપી સર્વસ્પર્શી બનવા ઘરે ઘર જન જનનો સંપર્ક કરશે.

Previous Post Next Post