Tuesday, May 16, 2023

વિજલપોર ફ્લાયઓવર હવે ત્રીમાર્ગીય | Vijalpore flyover now three-way | Times Of Ahmedabad

નવસારી17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વિજલપોર પશ્ચિમે સૂચિત સ્ટેશન તરફનો એપ્રોચ નકશામાં નજરે પડે છે. - Divya Bhaskar

વિજલપોર પશ્ચિમે સૂચિત સ્ટેશન તરફનો એપ્રોચ નકશામાં નજરે પડે છે.

  • પશ્ચિમે સંભવનાથથી પૂર્વે શિવાજી ચોક નજીક ઉપરાંત હવે કોટન મિલ સુધી એપ્રોચ આપવાના કામને મંજૂરી
  • મોડે મોડે સ્ટેશન તરફના અંદાજીત 20 કરોડના એપ્રોચને મંજૂરી મળતા 50 હજાર વાહનચાલકોને ફાયદો થશે

વિજલપોરનો રેલવે ફ્લાયઓવર હવે બે માર્ગીયની જગ્યાએ ત્રણ માર્ગીય બનશે. ફાટકથી સ્ટેશન તરફના એપ્રોચને પણ સૈદ્ધાંતિકમંજૂરી મળી ગઈ છે. જિલ્લાની અન્ય 9 ફાટકોની સાથે વિજલપોરની ફાટક ઉપર પણ ફ્રેઇટ કોરિડોર યોજના અંતર્ગત રેલવે ફ્લાયઓવર મંજૂર થયો હતો. જોકે તમામ બ્રિજોમાં વિજલપોરમાં વિલંબ થયો છે. આમ તો વિજલપોરનો ફ્લાયઓવર પશ્ચિમે સંભવનાથ દેરાસર તરફથી પૂર્વે શિવાજી ચોક નજીક સુધી જ મંજૂર થયો હતો અને તે અંતર્ગત કામગીરી શરૂ થઈ ગઈ હતી. ફાટકથી સ્ટેશન તરફ એપ્રોચ મંજૂર થયો ન હતો. એપ્રોચ નહીં બનાવાય તો નવસારી સ્ટેશન તરફ જવા આવવા મુશ્કેલી સર્જાય એમ હતું. આ બાબતની ઉચ્ચ સ્તરે રજૂઆત થઈ હતી.

મળતી માહિતી મુજબ ફ્લાય વરનું ભૂમિપૂજન જાન્યુઆરી 2021માં થયું ત્યારે સાંસદ સી.આર. પાટીલે એપ્રોચ બનાવવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે નગરપા િકાની સામાન્ય સભાએ ઓકટોબર 2021માં ઠરાવ પણ કર્યો હતો. ઠરાવ બાદ ત્રીજા એપ્રોચ બનાવવા અંદાજે 20 કરોડ રૂપિયાના કામની દરખાસ્ત સરકારમાં રજૂ થઈ હતી. જેને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ ત્રીજો એપ્રોચ નવસારી કોટન મિલ સુધી બનનાર હોવાનું જાણવા મળ્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે આ એપ્રોચ રોડનો કારણે 50 હજાર વાહનચાલકોને ફાયદો થશે. નવસારી-વિજલપોર નગર પાલિકાના આ એપ્રોચ રોડને મંજૂરી મળતા સ્થાનિકોએ પણ નગર પાલિકાના આ કાર્યની પ્રશંસા કરી છે.

જમીન સંપાદન કરવું પડી શકે
મળતી માહિતી મુજબ પશ્ચિમ બાજુએ ફાટકથી સ્ટેશન તરફ કોટન મિલ નજીક સુધી ફ્લાયઓવર લંબાવતા જમીન સંપાદન પણ કરવું પડશે. આ રોડ પર એક બાજુ રેલવાની જગ્યા અને બીજી બાજુ ખાનગી જગ્યા છે. જોકે કેટલી જમીનનું સંપાદન કરવું પડશે એ આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.

ત્રીજો એપ્રોચ જરૂરી છતાં વિલંબ કેમ ?
અન્ય ફ્લાયઓવરની જેમ વિજલપોર બ્રિજ બનાવવાની તજવીજ પણ લગભગ 12-15 વર્ષથી ચાલે છે. ડિઝાઇનની મથામણ ચાલે છે. અહીં પ્રશ્ન એ છે કે અગાઉની ડિઝાઇનમાં સ્ટેશન તરફનો એપ્રોચ કેમ ન લેવાયો ? મંજૂર કેમ ન થયો ? મહત્તમ લોકો આ ત્રીજો એપ્રોચની માગ કરી રહ્યાં હતા.

Related Posts: