તલાટી કમ મંત્રી કામ ન કરતા હોવાનો આક્ષેપ કરી ગામલોકોએ પંચાયતને તાળાબંધી કરી | The villagers locked the Panchayat alleging that Talati Cum Minister was not working | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના દિયોદરની ધનકવાડા ગ્રામપંચાયતને ગામલોકોએ તાળાબંધી કરી હોવાની ઘટના સામે આવી છે. તલાટી ગામના અરજદારોના કામ ન કરતા હોવાના આક્ષેપો કરી તલાટીને અધવચ્ચે રોકી હોબાળો મચાવી ગ્રામપંચાયતને તાળાબંધી કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી અરજદારોને ધક્કા ખવડાવી કોઈ કામ કરતા નથી.

દીયોદર તાલુકાના ધનકવાડા ગ્રામ પંચાયત કચેરીમાં એ બી ગુર્જર તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયત કચેરીમાં સમય સર હાજર ના રહી ગામના અરજદાર ની રજૂઆત સાંભળતા ના હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે અને પોતાની મનમાની ચલાવતા હોવાથી ગ્રામજનો એ હોબાળો મચાવી હરીપુરા પાસે તલાટી ક્રમ મંત્રી ને રોકી કેમ અમારા ગામ ના અરજદાર નું કામ કરતા નથી તેમ કહી ગ્રામ પંચાયત ને ગ્રામજનો એ તાળા મારી દીધા હતા.

ગામના આગેવાન એ જણાવેલ કે અમોએ પંડિત દિન દયાલ મકાન સહાય માટે અમે ફોર્મ ભર્યું હતું જેમાં તલાટી ક્રમ મંત્રીના સહી સિક્કાની જરૂર હોવાથી અમે સહી માટે ગયા હતા અમને સિક્કો મારી આપેલ નહિ અને તું તારી કરી અમને મારવા સુધી ધમકી આપી હતી અને ફરિયાદ કરવા ની પણ ધમકી આપી હતી.

તો તલાટી મંત્રીએ કહ્યું હતું કે, હરીપુરા પંચાયતનું આવતીકાલે ઓપનીંગ હોય હું તેના કામ માટે આજે ત્યાં હાજર હતો. અરજદારે ત્યાં આવીને કામ કરી આપવા પ્રેશર કર્યું હતું. મેં કહ્યું હતું કે, હું ત્યાં આવીને કામ કરી આપીશ પણ ગામલોકો ત્યાં જ કામ કરવા માટે પ્રેશર કરતા હતા.

Previous Post Next Post