ગાંધીનગર3 કલાક પહેલા
- કૉપી લિંક
ગાંધીનગરના વીરાતલાવડી ગામમાં આવેલા સ્મશાનની સગડીમાં લગાવેલ લોખંડની દોઢસો કિલો વજનની પ્લેટો ચોરીને લઈ જતા ચોરને ગ્રામજનોએ પકડીને ડભોડા પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે પોલીસે ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના વીરાતલાવડી ગામના ચંદ્રકાંત વિનોદભાઈ પરમારનાં પત્ની કૈલાસબેન સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. આજથી આશરે એકાદ મહીના પહેલા ગામના તળાવ પાસે પાસે આવેલ જુના સ્મશાનનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. અને આ સ્મશાનની પાસે એક નવું સ્મશાન બનાવી નવી લોખંડ (બીડ) ની સગડી લગાડવામાં આવી હતી.
આજે બપોરના સમયે ચંદ્રકાંતભાઈને ગામના સેધાજી ફતાજી ડાભીએ ફોન કરી જણાવેલ કે, એક મોટર સાયકલ પર બનાવેલ લારી વાળો તેની લારીમાં ગામમાં બનાવેલ નવા સ્મશાનની સગડીમાં લગાડેલ પ્લેટો કાઢી તેની સાયકલમાં ભરી લઈ જતો હતો. જેથી ગામના વિષ્ણુજી ગાભાજી ઠાકોર, બાબુજી ડાહ્યાજી ઠાકોર, અમીતજી જીવણજી ઠાકોર, ૨મેશજી સોમાજી ઠાકોર વિજયજી ભીખાજી, ગણપતજી શનાજી ઠાકોર તેમજ અભિષેક વિક્રમભાઈએ તેને રોકી લીધો છે.
જેનાં પગલે ચંદ્રકાંતભાઈ ગામના સ્મશાને ગયા હતા. અને જોયેલ તો એક ઈસમ તેની મોટર સાયકલ સાથે ઊભો હતો. જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ પ્રભુલાલ રૂપાજી જોગી(રહે.હાલ નરોડા, રેલ્વે ક્રોસીંગ બ્રીજ નીચે અમદાવાદ મુ ળ રહે. કાનાખેડા ગામ તા.રૂપાલસાગર જી.ચિત્તોડગઢ રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
જેની બાઈક સાથે બનાવેલી લારીમાં સ્મશાનની લોખંડ (બીડ)ની કુલ 7 પ્લેટો ભરેલ હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ડભોડા પોલીસની ટીમ તાત્કાલિક સ્મશાને દોડી ગઈ હતી. અને પ્રભુલાલ જોગીની ચોરીના ગુનામાં ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.