આયોજકોની અપૂરતી વ્યવસ્થાએ ભક્તો ધક્કે ચડ્યા, ગ્રિલ ઠેકી ઠેકીને બહાર નીકળ્યા,VIP ગેટ બંધ કરાતા હજારો ભક્તો રઝળ્યા | Due to inadequate arrangements by the organizers, the devotees were pushed, the grills were left behind, thousands of devotees ran away as the VIP gate was closed. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Due To Inadequate Arrangements By The Organizers, The Devotees Were Pushed, The Grills Were Left Behind, Thousands Of Devotees Ran Away As The VIP Gate Was Closed.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરતમાં યોજાયેલા બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રીના બીજા દિવસના કથાના કાર્યક્રમમાં અપૂરતી વ્યવસ્થાને કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. જેના કારણે લોકો ગ્રિલ ઠેકી-ઠેકીને ભાગ્યા હતા. જેમને રોકવા માટે જવાનોએ લાઠી પણ ઉગામી હતી. જ્યારે ઘણા પરિવારો પરિવારના સભ્યોથી વિખૂટા પડી ગયા હતા. જ્યારે આ સાથે જ અંદર પ્રવેશ કરવાનો VIP ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી હજારોની સંખ્યામાં લોકો રઝળી પાડ્યા હતા. જેમને પણ રોકવા માટે પોલીસનો મોટો કાફલો ધંધે લાગી ગયો હતો.

બાળકો ભીડમાં દબાયા, રડી પડ્યા
નીલગીરી ગ્રાઉન્ડમાં અપૂરતી વ્યવસ્થાના કારણે જ્યાં જુઓ ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. શરૂઆતની લાઈનમાં જ એટલી ભીડ થઈ ગઈ હતી કે બાળકો ભીડ વચ્ચે દબાઈ ગયા હતા. જેથી ત્યાં જ રડવા લાગ્યા ગયા હતા. દબાયેલા અને વિખૂટા પાડી ગયેલા બાળકોના પરિવારજનો આયોજકો પર રોષે ભરાયા હતા.

ગ્રિલ તોડી નાખી તેટલી ધક્કા-મુક્કી કરી
લોકોમાં એ રીતે અરાજકતા ફેલાઈ હતી કે પોલીસ અને સ્વયમ સેવકો દ્વારા ગ્રિલ પકડવી પડી હતી.20 થી વધુ પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ગ્રિલ પકડીને ઊભા રહેવું પડ્યું હતું.લોકો એટલી હદે આગળ આવવા ધક્કા મુક્કી કરતા હતા કે ગમે ત્યારે તેઓ ગ્રિલ તોડી શકે તેમ હતા.અને આ ધક્કા મુક્કિમાં નાના બાળકો ,મહિલા ઓ અને વૃદ્ધ મહિલા દબાઈ ગયા હતા .અનેક બાળકો અને મહિલાએ આ ભીડમાં ભગવાન યાદ કરી લીધા હતા.

VIP પાસ હોવા છતાં નો-એન્ટ્રી
ભીડ એટલી વધી ગઈ હતી કે તેને કાબૂમાં કરવી અશક્ય લાગતાં VIP ગેટ જ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી બહાર ઊભા રહેલા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા ફાવેએમ VIP પાસનું વિતરણ કરી દીધું અને ઘણાને આઈ કાર્ડ પણ આપી દીધા હતા. જેથી લોકો એકઠા કરી શકાય પણ ભીડ એટલી થઈ ગઈ કે ખરેખર જેને આવવું હતું તે જ બહાર રઝળી પડ્યાં હતાં

બાબા ધામમાં પ્રવેશવા લોકો ભારે પરેશાન
રઝળી પાડેલા લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અમારી પાસે પાસ હોવા છતાં અમને અંદર પ્રવેશ કરવા દેતા નથી. એવુ કહી રહ્યા છે કે, ‘અંદર ગ્રાઉન્ડ ફૂલ થઈ ગયું છે એટલે કોઈને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહિ. VIP જગ્યામાં જેટલા લોકો સમાઈ શકે આયોજકોએ એટલા જ પાસ બનવા જોઈએ અને વિતરણ કરવા જોઈએ.’ એક મહિલાએ કહ્યું, ‘મારા બાળકો અંદર ચાલ્યા ગયા છે અને હું તેમનાથી વિખૂટી પડી ગઈ છું. મને આ પોલીસ અંદર જવા દેતા નથી.હું મારા બાળકો માટે ખૂબ ચિંતિત છું.આયોજકોએ આ રીતે ન કરવું જોઈએ .જગ્યા હોય તેટલા જ પાસ આપવા જોઈએ.’