વડોદરાની સયાજી હોસ્પિટલમાં VRDL અને કૌશલ્ય પ્રયોગશાળાની શરૂઆત, હવે સેમ્પલ પુના મોકલવા નહિં પડે | Opening of VRDL and Skilled Laboratory at Sayaji Hospital in Vadodara, now samples do not have to be sent to Pune | Times Of Ahmedabad

વડોદરા37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વડોદરાની સયાજી હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધા - Divya Bhaskar

વડોદરાની સયાજી હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધા

મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી વડોદરા ખાતે આવેલી એસ. એસ. જી. હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ, વડોદરા ખાતે VRDL (વાઇરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી), સ્કીલ લેબોરેટરી અને આધુનિક શિક્ષણ સુવિધાઓ સાથેના નવા શૈક્ષણિક બિલ્ડીંગની શરૂઆત થતા SSG હોસ્પિટલને આરોગ્ય સંભાળમાં વધારાની સુવિધાઓ મળી છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કૌશલ્ય પ્રયોગશાળાની સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. જે નેશનલ મેડિકલ કાઉન્સિલની માર્ગદર્શિકાને અનુસરીને ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં આ પ્રથમ લેબ છે.

વાઇરલ રોગના શંસોધન માટે ઉપયોગી
વીઆરડીએલ રોગચાળા અને એકીસાથે અનેક વાઇરલ રોગના શોધના કેસોના પરીક્ષણમાં મદદ કરે છે, આ માટે કૌશલ્ય પ્રયોગશાળા અદ્યતન સુવિધાઓ સાથે દર્દીની સંભાળ માટે તબીબી સ્ટાફને મદદ કરે છે. પ્રગતિશીલ અને આધુનિક તબીબી વ્યાવસાયિકોને તબીબી અને સર્જિકલ પ્રક્રિયાઓના ભાગરૂપે ઉચ્ચ તકનીકી નિદાન અને ઉપચારાત્મક સાધનોનો ઉપયોગ કરવા માટે પૂરતી તાલીમની જરૂર પડતી હોય છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)ની માર્ગદર્શિકાના આધારે સ્કીલ લેબની સ્થાપના કરવામાં આવી છે.

સ્કીલ લેબોરેટરીનો શુભારંભ

સ્કીલ લેબોરેટરીનો શુભારંભ

સ્કીલ લેબ NMC આધારીત છે
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અહીં સ્થપાયેલી સ્કીલ લેબ NMC માર્ગદર્શિકા પર આધારિત છે અને વિદ્યાર્થીઓ માટે મેનિકીન્સ અને મશીનો જેવી નવી ટેકનોલોજીની મદદથી નવા કૌશલ્યો શીખવા માટે ઉપયોગી નીવડશે. આ સુવિધા તેમણે ડીન અને વિદ્યાર્થીઓને મારી શુભેચ્છા પાઠવી વિદ્યાર્થીઓ તેનો અસરકારક ઉપયોગ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નવું શીખવું જરૂરી છે
દર્દીઓના સલામત સંચાલન માટે જરૂરી ક્લિનિકલ કૌશલ્યોની પ્રેક્ટિસ કરવા માટે લેબ તબીબી સમુદાયને શીખવાનો અનુભવ પ્રદાન કરે છે. “કંઈક નવું કરવાનું અને નવું શીખવાનું છે, આ કૌશલ્ય પ્રયોગશાળા વિદ્યાર્થીઓ, પીજી વિદ્યાર્થીઓ, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફને સમાન તક પૂરી પાડે છે. તાલીમ એ આપણા મૂળભૂત જીવનને સપોર્ટ આપે છે.” એમ મેડિકલ કોલેજના ડીન ડૉ. તનુજા જાવડેકરે જણાવ્યું હતું.

અત્યાધુનિક ટેકલોજીથી સજ્જ લેબ

અત્યાધુનિક ટેકલોજીથી સજ્જ લેબ

અત્યાધુનિક પ્રયોગ શાળા
વીઆરડીએલ વિશે વિગતો આપતાં ડૉ. રંજન ઐયરે જણાવ્યું હતું કે, “પ્રયોગશાળાઓના નેટવર્કની સ્થાપના યોજનાના અમલીકરણના ભાગ રૂપે, આરોગ્ય સંશોધન વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સ્થાપિત પ્રાદેશિક ગ્રેડ-1 પ્રયોગશાળા છે. ભારતમાં વાઇરલ ડાયગ્નોસ્ટિક્સના માળખાને મજબૂત કરવા માટે “રોગચાળા અને કુદરતી આફતોના સંચાલન માટે પ્રયોગશાળાઓના નેટવર્કની સ્થાપના” યોજનાના અમલીકરણના ભાગ રૂપે. કોવિડ-19 અને સ્વાઈન ફ્લૂ, H3N2, ZIKA વાયરસ, ડેન્ગ્યુ સેરોટાઈપિંગ, ચિકનગુનિયા પરીક્ષણ, શ્વસન પેનલ જેવા રોગચાળાના કેસોમાં પરીક્ષણ માટે આ અત્યાધુનિક BSL-2 પ્રયોગશાળા છે.

સેમ્પલ પુના મોકલવા નહિં પડે

સેમ્પલ પુના મોકલવા નહિં પડે

પરિક્ષણો કરે છે
તે એચઆઇવી (હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ), હેપેટાઇટિસ કે જે હેપેટાઇટિસ-બી અને હેપેટાઇટિસ-સી વાયરસને કારણે થાય છે તે એઇડ્સ (એક્વાર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ) ના કિસ્સામાં જથ્થાત્મક વાઇરલ લોડ ડિટેક્શન પણ પ્રદાન કરે છે. VRDL માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેસિલીના કારણે થતા MDR (મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ) અને XDR (એક્સટેન્સલી ડ્રગ રેઝિસ્ટન્ટ) ટ્યુબરક્યુલોસિસની તપાસ માટે પરીક્ષણો કરે છે.

નવું શિખવું જરૂરી છે

નવું શિખવું જરૂરી છે

એકજ દિવસમાં પરિણામ મળશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં અમારે સેમ્પલ પુના મોકલવા પડતા હતા. પરંતુ હવે તે સુવિધા અહીં જ ઉપલબ્ધ છે, જેથી એક દિવસમાં પરિણામ મળી શકે છે. નવા એકેડેમિક બ્લોકમાં 4 લેક્ચર હોલ ગેલેરી પ્રકારના અને ત્રણ પરીક્ષા હોલ છે. જેમાં સ્માર્ટ ક્લાસ, સેન્ટ્રલ એસી, મલ્ટી ફંક્શનલ કોમ્બો પ્રોજેક્ટર, વિડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, કોલર માઈક, નેટ કનેક્શન સાથે ઓડિયો સિસ્ટમ જેવી સુવિધાઓ છે. આ કાર્યક્રમમાં સ્કીલ લેબ નોડલ ઓફિસર ડો. બેલીમ અને અન્ય તબીબી અધિકારીઓ હાજર રહ્યા હતા.

Previous Post Next Post