અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં કરા સાથે છૂટો છવાયો વરસાદ, દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો | Weather in Amreli district changed, scattered rain with hail in many areas, light waves and currents in the sea. | Times Of Ahmedabad
અમરેલી42 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, સતત બે દિવસથી અમદાવાદ, રાજકોટ સહિત અનેક શહેરોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ સમગ્ર જિલ્લામા વાદળો ઘેરાયા હતા. જિલ્લાના કેટલાક તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
જાફરાબાદ તાલુકાના માણસા, પાટી સહિત આસપાસના ગામડામાં કરા સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે ઠંડક પ્રસરી ગઈ છે. જાફરાબાદ વિસ્તારના દરિયા કાંઠે સતત બે દિવસથી પવન જોવા મળી રહ્યો છે અને દરિયામાં હળવા મોજા અને કરંટ પણ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે દરિયો અહીં શાંત હોય છે પરંતુ 2 દિવસથી દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં સૌથી વધારે અમરેલીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો પણ વારો આવ્યો હતો. ત્યારે ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો.
Post a Comment