પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા કહ્યું- ‘આને સરકારી આવાસ નહીં પોતાનું ઘર માનજો’, સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતી યોજવાની ખાતરી આપી | While inaugurating the police housing, he said - consider this as your home, not government housing, assured to hold police recruitment by September. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • While Inaugurating The Police Housing, He Said Consider This As Your Home, Not Government Housing, Assured To Hold Police Recruitment By September.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી આજે સૌરાષ્ટ્રની મુલાકાતે છે. સવારે તેઓ મોરબી ગયા હતા અને બપોરે 3 વાગ્યે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસ કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવેલ અત્યંત આધુનિક નવનિર્મિત આવાસોનું તેમણે લોકાર્પણ કર્યું હતું. આ તકે તેણે આવાસો મેળવનાર પોલીસકર્મીઓને ચાવી અર્પણ કરતા જણાવ્યું હતું કે, આવાસને સરકારી નહીં પોતાનું ઘર માનજો, સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતી યોજવાની ખાતરી પણ તેમણે આપી હતી. આ પછી તેઓ શહેર પોલીસ કમિશ્નર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે તેમજ રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની મુલાકાત પણ લેશે.

મોરબીના વિવિધ પ્રશ્ને બેઠક કરવામાં આવી
આ તકે મીડિયા સાથે કરેલી વાતચીતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સવારે મોરબી જિલ્લા ખાતે પોલીસ પરિવાર માટે બનાવેલા સુવિધાયુક્ત મકાનોને ખુલ્લા મુકવામાં આવ્યા છે. મોરબીની ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશમાં ટાઇલ્સ વેંચવામાં આવે છે. જેમાં વેપારીઓ પાસેથી વસ્તુઓ લીધા બાદ રકમ નહીં ચૂકવ્યાની ઘટનાઓનાં સામે આવતા જ SITની રચના કરી તપાસ હાથ ધરાઈ છે. જેનાથી વેપારીઓને પોતાની ફંસાયેલી રકમ પરત મેળવવામાં સફળતા મળશે. મોરબીના બીજા વિવિધ પ્રશ્ને આજે બેઠક કરવામાં આવી હતી.

પોલીસ આવાસોનું લોકાર્પણ ​​​​​​​
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટમાં પણ આજ રોજ વધુ વ્યવસ્થાઓ સાથે બનાવવામાં આવેલા પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સૌ પોલીસ પરિવાર નવા મકાનમાં પોતાના પરિવાર સાથે રહેશે તેને તમામ ક્ષેત્રે સફળતા મળે તેવી મારી શુભેચ્છાઓ છે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાનો મેડલ મળ્યો છે. આ ગુજરાત માટે ગૌરવની વાત હોવાથી તેમને મેં અભિનંદન પણ આપ્યા છે. કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે. પોલીસ ભરતી અંગે જણાવતા તેમણે કહ્યું કે ગરમી પુરી થાય એટલે તરત જ સપ્ટેમ્બર મહિનામાં પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. તેમજ ત્યારબાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને પોલીસ ભરતી પણ કરવામાં આવશે.

Previous Post Next Post