Thursday, May 18, 2023

પત્નીએ કહ્યું, હું સારી નથી તો બીજા લગ્ન કરી લો : પતિએ ખરેખર કરી લીધા | The wife said, 'If I am not good, then get another marriage.' The husband actually did | Times Of Ahmedabad

રાજકોટ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બીજા લગ્ન કરનાર પુરુષને ત્રણ બાળકો હતા, નવી પત્નીએ કહ્યું કે, આપણે બધા સાથે રહીશું મને કોઈ વાંધો નથી

રાજકોટમાં રહેતા એક દંપતી વચ્ચે મીઠો ઝઘડો થાય છે. જેમાં પત્નીએ કહ્યું કે, હું સારી નથી તો બીજા લગ્ન કરી લો. પત્નીએ મજાકમાં કરેલી આ વાતને પતિએ ગંભીરતાથી લીધી અને તે લગ્ન કરીને બીજી મહિલાને ઘરે લાવ્યા અને પોતાની પ્રથમ પત્નીને કહ્યું કે, તેને બીજા લગ્ન કરી લીધા છે. હવે આપણે બધાએ સાથે રહેવાનું છે. આ સાંભળી બીજી પત્નીએ પણ કહ્યું કે, મને કોઈ વાંધો નથી. જ્યારે બીજા લગ્ન કરનાર પુરુષને ત્રણ બાળકો છે. પીડિતાએ પોતાની આપવીતી 181 ને કરી હતી.

ટીમના કાઉન્સિલર કૃપાલીબેન ત્રિવેદીએ પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરતા બેને જણાવેલ તેઓ મૂળ બનારસના વતની છે, રાજકોટ રોજગારી માટે રહે છે, પતિ કલરકામ કરે છે, પતિ સાથે નાની એવી નોકઝોંકમાં પીડિત પત્નીએ પતિને કહ્યું કે, હું નથી સારી તો બીજી લઈ આવો આ વાત મગજમાં રાખી પતિ આજ સવારે વહેલા એક સ્ત્રીને ઘરમાં લઈ આવ્યા અને લગ્ન કરી લીધા છે એવું કહ્યું. ત્યારે હું ડઘાઈ જ ગઈ હતી. હજુ તેમના છૂટાછેડા પણ નથી થયા.

યુવક જેને ત્યાં કલરકામ કરવા ગયો હતો ત્યાં યુવતી સાથે આંખ મળી ગઈ, યુવતીથી છુપાવ્યું કે તે પરિણીત છે પીડિતાના કાઉન્સેલિંગ બાદ પીડિતાના પતિ અને તે બીજી યુવતીનું કાઉન્સેલિંગ કરેલ ત્યારે યુવતીએ જણાવેલ કે, તેમને ખ્યાલ ન હતો કે યુવક પરણેલો છે. તેમના ઘરે કલરકામ કરવા આવતો અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. એક દિવસ અચાનક આવીને કહે છે કે, મારે તારી સાથે લગ્ન કરવા છે. હું તને લગ્ન કરીને મારા ઘરે લઈ જાઈશ. લગ્ન બાદ તે પોતાના ઘરે લઈ ગયો. 181 ટીમના કાઉન્સેલિંગ બાદ હવે તે યુવતી પિતાના ઘરે પરત જવા માગે છે અને આમ બીજી સ્ત્રીના પિતાને સ્થળ ઉપર બોલાવી યુવતીને પિતાને સોંપેલ. બીજી સ્ત્રી તથા પીડિતાના પતિ બંનેને પોતાની ભૂલ સમજાય અને બંનેએ ત્રણ સંતાનોની પીડિત માતાની માફી માગી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.