Saturday, May 20, 2023

સંતરામપુરમાં જુના તળાવ ટેકરી પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો; પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી | Woman's body recovered from old lake hill in Santrampur; Police reached the spot and investigated | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

આજે સંતરામપુર શહેર પાસેના સંત વિસ્તારમાં આવેલી જુના તળાવ પાસેની ટેકરી પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહિલા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામની વતની હોવાનું માલુમ પડ્યું છે. બનાવ અંગે સંતરામપુર પોલીસને જાણ થાત પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ હકલીબેન સુરતાનભાઈ વળવાઇ હોવાનું માલુમ પડ્યું છે. પોલીસ દ્વારા મૃતક મહિલાના પરિવારને જાણ કરતા પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા અને પોલીસે હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃતદેહ અંગેની તપાસ હાથ ધરી છે.

મળતી વિગત પ્રમાણે આજે સંતરામપુરના સંત વિસ્તાર પાસે આવેલી જુના તળાવ ટેકરી પર ટોચ પર એક મૃતદેહ હોવાની સંતરામપુર પોલીસને જાણ થઈ હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ મહિલાના મૃતદેહની ઓળખ કરી હતી. જેમાં મહિલાનું નામ હકલીબેન સુરતાનભાઈ વળવાઇ (રહે. મુવાડી ફળિયું, આફવા તાલુકો, ફતેપુરા, જિલ્લો દાહોદ) હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારના સભ્યો સ્થળ પર આવીને લાસની ઓળખ કરી હતી. જે બાદ મૃતક મહિલાના દિયર વિરસિંગ વળવાઇએ સંતરામપુર પોલીસ મથકે મૃત્યુ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મહિલાના મૃતદેહને પી.એમ અર્થે સંતરામપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.