- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Workers From Madhya Pradesh Met With An Accident Near Narmada Canal On Their Way To Kathiawar In Gujarat; Two Children Sitting On The Car Died In The Accident
છોટા ઉદેપુર5 કલાક પહેલા
- કૉપી લિંક

મૃતકની ફાઈલ તસવીર
મધ્ય પ્રદેશના પાનગોલા ગામના શ્રમિકો ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં મજૂરી અર્થે જઈ રહ્યાં હતા. જ્યાં બોડેલી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર મોરખલા ગામ પાસે મધ્યરાત્રીના એક વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તુફાન ગાડીમાં ઉપર બેઠેલા બે બાળકોના મોત થયા હતા.

મધ્ય પ્રદેશના જોબટના પાનગોલા ગામના શ્રમિકો ગુજરાતમાં કાઠિયાવાડ મજૂરી કામ અર્થે જઈ રહ્યા હતા. જેઓને બોડેલી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર મોરખલા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. તુફાન ગાડીમાં ભરાઈને પેસેન્જર બેસાડવામાં આવ્યા હતા. ઉપરાંત તુફાન ગાડીની છત ઉપર પણ લદોલદ સામાન ભર્યો હતો. તેના ઉપર પણ પેસેન્જર હતા. ગાડી કેનાલ પર ઊભા કરેલા એન્ગલ સાથે જોરદાર અથડાઈ હતી. જેમાં ઉપર બેઠેલા બાળકો જેઓને ગંભીર ઇજાઓ પહોંચતા બન્ને બાળકોનાં મોત થયા હતા.

અકસ્માત થતાં તુફાન ગાડીનો ચાલક ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આવી રીતે ઘણી ગાડીઓ પેસેન્જરને ભરી જાય છે, છતાં સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરીને જવા દે છે. જેને લઇને નાના કિશોર વયના બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.