પાટણની રાણકી વાવ અને મોઢેરાના સૂર્ય મંદિરની યોગેશ સોમણે મુલાકાત લીધી | Yogesh Soman visited Ranaki Vav in Patan and Surya Mandir in Modhera | Times Of Ahmedabad

પાટણ7 કલાક પહેલા

  • કૉપી લિંક

ભારત સરકાર દ્વારા 100 ની ચલણી નોટ ઉપર પાટણની ઐતિહાસિક ધરોહર એવી રાણકી વાવ ને અંકિત કરવામાં આવી છે. ત્યારે વર્લ્ડ હેરિટેજ રાણ કી વાવ ની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઇ હોય જેના કારણે મોટી સંખ્યામાં પર્યટકો પણ અવાર નવાર રાણ કી વાવ ને નિહાળવા પાટણ આવતા હોય છે.

શુક્રવારના રોજ યોગેશ સોમણ કે જેઓએ ઉરી URI ફિલ્મમા સ્વ.મનોહર પરિકરજીની ભુમિકા ભજવી હતી. અને દ્રશ્યમ્ ફિલ્મમા ઈન્સ્પેક્ટર સાવંતની ભુમિકા ભજવી હતી તેઓએ પણ પાટણની વિશ્વ વિરાસત રાણી કિ વાવ ની મુલાકાત લીધી હતી.

તેઓએ વલ્ડૅ હેરિટેજ રાણ કી વાવ ને બારીકાઈથી નિહાળી તેની કલા કોતરણી ની મુકત મને પ્રશંસા કરી આ બેનમૂન રાણ કી વાવ સાથે ફોટો સુટ કરાવી વિશ્વ વિખ્યાત રાણ કી વાવ ની મુલાકાત ને યાદગાર લેખાવી હતી.

યોગેશ સોમણ ની રાણ કી વાવ મુલાકાત દરમિયાન તેઓએ પાટણ કોલેજ ના પ્રોફેસર ડૉ.આશુતોષ પાઠક સાથે પણ ટુંકી શુભેચ્છા મુલાકાત કરી પાટણની પ્રભુતા વિશે માહિતી મેળવી હતી.

Previous Post Next Post