Friday, May 5, 2023

ડાંગના વઘઈમાં બસે બાઇકને અડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું મોત; પોલીસે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો | A young biker dies after hitting a bike with a bus in Dang's Waghai; Police registered a case against the unidentified bus driver | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • A Young Biker Dies After Hitting A Bike With A Bus In Dang’s Waghai; Police Registered A Case Against The Unidentified Bus Driver

ડાંગ (આહવા)3 કલાક પહેલા

  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના ફુડકસ ગામે રહેતો એક યુવાન બાઈક લઈ એક યુવાન સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે બસ ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કુંડકસ ગામે રહેતો નિતેશ પવાર તેની હોન્ડા સાઈન બાઈક પર વઘઇ- આહવા માર્ગ પર વઘઇ ગામની હદમાં જંગલ નાકાથી આગળ જંગલ ખાતાની નર્સરી પાસેથી તેની પાછળ અમિત પવારને બેસાડી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી વાંસદા-આહવા એસ. ટી. બસના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક નિતેશ પવારને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અમિત પવારને હાથ અને પગમાં ફ્રેકચર થયું હતું. આ બનાવ બનતા મારનાર નિતેશ પવારની પત્ની અંજના પવારે વઘઇ પોલીસ મથકે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.