પાટણ4 કલાક પહેલા
- કૉપી લિંક
પાટણ શહેરના મોતિસા દરવાજા બહાર આવેલી બહારના સોસાયટીમાં પટણી પરિવારના 23 વર્ષીય યુવાનને ઇલેક્ટ્રીક શોટૅ લાગતા તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના મોતિસા દરવાજા વિસ્તારની બહાર આવેલ કહારનાથ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પુનમભાઈ પટણી ઉંમર વર્ષ 23 શુક્રવારની બપોરે પોતાના ઘરની પાછળ ખુલ્લા ભાગમાં આવેલ ચોકમાં નાહવા માટે બેઠા હતા. નાહીને તેઓ શરીર લુછવા માટે ટુવાલ ઝાપટતા હતા ત્યારે તેઓનો ભીનો હાથ દીવાલ સાથે જોઈન્ટ અર્થિંગના વાયરને અડકી જતા તેઓ ને ઇલેક્ટ્રીક સોર્ટ લાગતા તેઓ દિવાલ સાથે ચોટી પડ્યા હતા. ત્યારે આ બનાવવાની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી અર્થિંગના વાયરને છૂટો કરી સોર્ટ લાગવાના કારણે બેભાન બનેલા હસમુખભાઈ પટણીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામ્ય હતી.
બનાવની જાણ A ડિવિઝન પોલીસને કરાતા પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે આવી લાશનું પંચનામુ કરી પીએમ કરાવી લાશ ને તેના વાલી વારસો ને સોંપી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનો જાણવા મળ્યું છે. મૃતક હસમુખભાઈ પટણી અપર્ણીત હોવાનું તેમજ તેને એક મોટોભાઈ કે જેના એક સપ્તાહ પહેલા જ લગ્ન થયેલ હોય તેના લગ્ન દરમ્યાન કલાના શોખીન હસમુખ પટ્ટણી એ પોતાના મોબાઇલ ઉપર ગીત ગાતો પોતાના વિડીયો અપલોડ કરી પોતાના કલા ના શોખથી લોકો માં આગવી લોક ચાહના પ્રાપ્ત કરી હોય તેઓના આકસ્મિક અવસાનને લઇ કહારનાથ સોસાયટી વિસ્તારના રહીશોમાં પણ ગમગીન છવાઈ જવા પામી હતી. મોતિસા દરવાજા વિસ્તાર બહાર આવેલ કહારનાથ સોસાયટીમાં શોટૅ સર્કિટના કારણે પટણી યુવાનનું મોત થયું હોવાની જાણ વિદ્યુત બોર્ડના તંત્રને થતા તેઓએ તાત્કાલિક કર્મચારીઓને ઘટના સ્થળે મોકલી અન્ય કોઈ ધટના ન સજૉઈ તે માટે વિજ સપ્લાય બંધ કરી દીધો હતો.