Monday, May 29, 2023

સતલાસણાના વાવડીમાં શ્વાન કરડવા આવતા યુવકે સોટી મારી, પાડોશીઓએ યુવક અને તેની બહેનને માર માર્યો | A young man was beaten by a dog in Satlasana's wadi, neighbors beat up the young man and his sister. | Times Of Ahmedabad

મહેસાણા10 કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણાના વાવડી ગામે પરમારવાસમાં યુવક ઘરે જતો હતો એ દરમિયાન શ્વાન કરડવા આવતા યુવકે તેને સોટી મારી હતી. આ જોઈ પાડોશીએ શ્વાનને સોટી કેમ મારી એમ કહી ફરિયાદી યુવક પર હુમલો કરી માર માર્યો હતો. યુવકને છોડાવવા આવેલી તેની બહેન ઉપર પર હુમલો કરતા બને ભાઈ બહેનને ઇજા પહોચી હતી. જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. તેમજ હુમલો કરનાર બે સામે ફરિયાદ નોંધાઇ હતી.

સતલાસણા તાલુકાના વાવડી ગઢ ગામે પરમાર વાસમાં રહેતો 19 વર્ષીય જૈમીન પરમાર પોતાના મહોલ્લાના નાકે ઉભો હતો. એ દરમિયાન શ્વાન ભસવા લાગી કરડવા આવતા યુવકે પોતાનો બચાવ કરવા શ્વાનને સોટી ફટકારી હતી. આ જોઈ મહોલ્લામાં રહેતા પરમાર સોમાભાઈ શ્વાનને સોટી મારવા મામલે બોલાચાલી કરી હતી.

“કૂતરા ને અમે રોટલો નાખીએ છીએ તે કેમ માર્યું” એમ કહી ફરિયાદી યુવક પર માહોલ્લામાં રહેતા સોમાભાઈએ ગાળો બોલી લાફો માર્યા બાદ માર માર્યો હતો. આ જોઈ યુવકની બહેન વચ્ચે પડી ભાઈને બચાવવા જતા હુમલો કરનારનો દીકરો દિપક પરમાર આવી જતા તેણે પણ ભાઈ બહેન પર હુમલા કરી ઇજા પહોચાડી હતી અને મારી નાખવાની ધમકીઓ આપી ત્યાથી ચાલ્યા ગયા હતા.

સમગ્ર મામલે ઇજા પામેલા ભાઈ બહેન ને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ હુમલો કરનાર સોમાભાઈ મૂળાભાઈ પરમાર અને દિપક કુમાર સોમાભાઈ પરમાર સામે સતલાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.