Monday, May 22, 2023

ભાવનગરમાં રૂવા ગામમાં નવ દિવસ પહેલા સામાન્ય બાબતે થયેલી જૂથ અથડામણમાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત | A youth, who was injured in a group clash that occurred nine days ago over a general issue, died during treatment at Ruwa village in Bhavnagar | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • A Youth, Who Was Injured In A Group Clash That Occurred Nine Days Ago Over A General Issue, Died During Treatment At Ruwa Village In Bhavnagar

ભાવનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગરના રૂવા ગામમાં ઘર પાસે બેસવા બાબતે નવ દિવસ પહેલા બે જૂથ વચ્ચે હથિયારો વડે થયેલી મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનોનું સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો.

બે જૂથ વચ્ચે હથિયારો વડે મારામારી થઈ હતી
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના રુવા ગામમાં ગત તા.12 ના રોજ રાત્રીના સમયે અગાઉ વિસ્તારમાં બેસવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી બે જૂથ વચ્ચે હથિયારો વડે મારામારી થતા બન્ને જૂથના અજયભાઈ ખાસિયા, રવિભાઈ ઉદેસિંગ પરમાર સહિતનાને લોહિયાળ ઇજા થતાં તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસ કાફલો પણ રૂવા અને હોસ્પિટલ દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મારામારીના ગુન્હા હત્યામાં પરિણમ્યો
ભાવનગર શહેર પાસે આવેલ રૂવાગામે પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત ગત તા.12નાં રોજ બોલાચાલી થઈ જતા ચાર શખ્સો એ ત્રણ મિત્રો પર સશસ્ત્ર હુમલો કર્યો હતો, આ હુમલામાં ત્રણેય મિત્રોને ઈજા થઈ હતી અને મોડી રાત્રે થયેલી માથાકૂટને કારણે રૂવા ગામમાં માણેલ સર્જાયો હતો આ ઘટનાની જાણ થતા પોલીસના ધાડે ધાડા રુવા ગામ ખાતે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો, જોકે, આ બનાવ અંગે સામાપક્ષે પણ પણ પાંચ શખ્સો વિરુદ્ધ માર માર્યો હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ બનાવમાં બંને પક્ષે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સારવારમાં રહેલા રવિ ઉદેસંગભાઈ પરમારનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇ પોલીસે મારામારીના ગુન્હામાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.