આજી-1 ડેમમાં શનિવારથી ફરી સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર આવશે, 24 કલાકનો ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ | Narmada's Neer will flow again under all scheme from Saturday in Aji-1 Dam, 24 hours flood control room started | Times Of Ahmedabad

રાજકોટ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટનાં લોકો માટે જીવાદોરી સમાન સાબિત થયેલા સૌની યોજના અંતર્ગત ફરી એકવાર રાજકોટ શહેરનાં આજી-1 ડેમમાં નર્મદા નીર આગામી તા.3ને શનિવારથી છોડવામાં આવશે. આ અંગે રાજકોટ સિંચાઈ વિભાગનાં જણાવ્યા અનુસાર મનપા દ્વારા તાજેતરમાં જ આજી-1 ડેમ માટે ફરી 400 એમસીએફટી વધુ નર્મદા નીર છોડવા માટે માંગ કરવામાં આવી હતી. હાલ 29 ફૂટે છલકાતા આજી-1 ડેમમાં 17.50 ફૂટ સુધી પાણી ભરેલું છે. ત્યારે શનિવારથી ફરી સિંચાઈ વિભાગ દ્વારા આજી-1માં 300 એમસીએફટી નર્મદા નીર અપાશે. ઉલ્લેખનીય છે કે 1 માસ અગાઉ પણ સિંચાઈ વિભાગે આજી-1 ડેમમાં 800 એમસીએફટી જેટલું પાણી છોડયું હતું. અને હાલમાં જ રાજકોટનાં ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત 300 એમસીએફટી જેટલું પાણી છોડવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર કચેરીમાં 24 કલાકનો ફલડ કંટ્રોલરૂમ શરૂ
ચોમાસાની ઋતુ દરમ્યાન કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડુ, અતિ ભારે વરસાદના સમયે રાહત-બચાવ અને તકેદારીના પગલા લેવા માટે જીલ્લા કલેકટર કચેરી ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે આજથી 24 કલાકનો ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કલેકટર કચેરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં શરૂ થયેલા આ કંટ્રોલ રૂમ માટે રાજય સરકાર દ્વારા નાયબ મામલતદાર અને સેવકની 1-1 જગ્યાની મહેકમ તા.1/6થી 30/11 સુધીનું હંગામી ધોરણે મંજૂર કરી દેવામાં આવી છે.

ઉપરાંત તાલુકા કક્ષાએ પણ ફલડ કંટ્રોર રૂમની કામગીરી માટે ત્રણ તલાટીને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપી તેમની સેવા પણ લેવામાં આવશે. આ ફલડ કંટ્રોલ રૂમમાં રાત્રીના પણ નાયબ મામલતદાર અને કારકૂન ફરજ બજાવશે. આ માટે કર્મચારીઓના ઓર્ડર જીલ્લા કલેકટર તંત્ર દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવ્યા છે. ચોમાસા દરમ્યાન ભારે વરસાદ તેમજ કુદરતી આફતના સમયે હેલ્પલાઈન નં.1077 તેમજ રાજકોટ કલેકટર કચેરીમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં શરૂ કરાયેલા આ ફલડ કંટ્રોલ રૂમ ફોન નં.0281-2471573 ઉપર સંપર્ક કરી મદદ મેળવી શકશે.

મુંબઇનાં ટ્રાફિકને ધ્યાને લઇ એર ઇન્ડિયાએ ફ્લાઇટને રિશેડ્યુલ કરી
ઉનાળુ વેકેશનના ટ્રાફિકને ધ્યાને લઇ એર ઇન્ડીયાએ તા.3 મેથી તા.31-5 સુધી રાજકોટ-મુંબઇની સવારની ફલાઇટ શરૂ કરી હતી. જેમાં મુંબઇ આવતા-જતા મુસાફરોનો ટ્રાફિક યથાવત રહેતા આ ફલાઇટને આગામી તા. 30મી જુન સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. એર ઇન્ડીયાએ મુંબઇની ફલાઇટમાં પ્રવાસીઓના વધતા જતા ટ્રાફિકને ધ્યાને લઇ આગામી તા. 30 જુન સુધી આ ફલાઇટને લંબાવતા સવારે મુંબઇ જઇ સાંજે પરત ફરવું આસાન થયું છે. એર ઇન્ડીયાની સવારની મુંબઇ- રાજકોટ- મુંબઇ ફલાઇટ ડેઇલી સવારે 8.10 કલાકે લેન્ડ થઇ 8.45 કલાકે મુંબઇ જવા ટેક ઓફ થશે. એર ઇન્ડીયાનાં આ નિર્ણયથી હવાઇ મુસાફરોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસે ફોર્મ ભરતા આંઠ બેઠકો પર ચૂંટણી થશે
રાજકોટ મહાપાલિકાની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સહિતની તમામ સભ્યોની સમિતિના વિસર્જન બાદ ગઇકાલે નવી બોડીની રચના માટે 12 ઉમેદવારો અને ત્રણ સરકાર નિયુકત સભ્યોના નામની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. તે બાદ આજે બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના તમામ 12 સભ્યોએ મેયર અને ચૂંટણી અધિકારી ડો.પ્રદીપ ડવ સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે. જોકે વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી એડવોકેટ કમલેશ કોઠીવાળે પણ ફોર્મ રજૂ કરતા જનરલ કેટેગરીની આઠ બેઠક માટે મતદાન નિશ્ચીત થયું છે.વિપક્ષે સામાન્ય કેટેગરીની બેઠક પર ઉમેદવારી કરી છે. જોકે, ટેગરીમાં આઠ બેઠક આવે છે. આથી તા.19ના રોજ કોર્પોરેટરો નવા સભ્યો માટે મતદાન કરશે. તો નિયમ મુજબ અનામત રહેલી અન્ય ચાર બેઠકો પણ બિનહરીફ નિશ્ચીત થઇ છે. ફોર્મ ચકાસણીના દિવસે તા.9ના શુક્રવારે બપોરે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું.

Previous Post Next Post