મહેસાણા અને પાટણ જિલ્લામાં તોલમાપ વિભાગે નિયમનો ભંગ બદલ 133 વેપારી સામે કડક કાર્યવાહી કરી, 3.18 લાખનો દંડ વસૂલાયો | Weighing department in Mehsana and Patan districts took strict action against 133 traders for violating the rules, levied a fine of Rs 3.18 lakh | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Weighing Department In Mehsana And Patan Districts Took Strict Action Against 133 Traders For Violating The Rules, Levied A Fine Of Rs 3.18 Lakh

મહેસાણા16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા અને પાટણ જિલ્લામાં તોલમાપ વિભાગે બે માસ દરમિયાન કડક તપાસ કરી હતી. અલગ-અલગ ગાઈડલાઈનનો ભંગ કરતા વ્યાપારીઓ સામે કડક કાર્યવાહી હાથ કરી 3 લાખથી વધુની પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે. કેટલાક વ્યાપારીઓ છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેતા, વજન ઓછું આપવું, પેકિંગ પર લખાણ વિના વસ્તુઓ વેચવા સહિત અલગ અલગ કેસ કરવામાં આવ્યાં હતા.

મહેસાણા અને પાટણ જિલ્લામાં તોલમાપ વિભાગે બે માસ દરમિયાન કડક કાર્યવાહી કરી હતી. જેમાં બે જિલ્લામાં કુલ 133 કેસ કરી 3,18,000ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી. વ્યાપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવતા અને તોલમાપની સતત ચેકિંગ કામગીરી પગલે વ્યાપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

મહેસાણા- પાટણ જિલ્લામાં ડેરી પેકિંગ, આઈસ્ક્રીમના પેકિંગમાં કેટલાક વ્યાપારી લખાણ લખ્યા વિના વ્યાપાર કરતા ઝડપાયા હતા. તેમજ કેટલાક વ્યાપારી તોલમાપના લાયસન્સ વિના વ્યાપાર કરવા સહિત નિયમ ભંગ કરનાર વ્યાપારીઓના ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી​​​ હતી.​​​​

તપાસ દરમિયાન પેકિંગ પર વિગતો છાપ્યા વિના આઈસ્ક્રીમ વેચવાના 2 કેસ કરી 25,000 દંડ, તોલમાપ લાયસન્સ વિના વ્યાપાર કરી પાણીની બોટલો સહિતનો વ્યાપાર કરનાર સામે 9 કેસ કરી 94,000 દંડ, તેમજ ગ્રાહકોને ઓછું વજન આપનાર શાકભાજી અને બેકરીના એકમો સામે 8 કેસ કરી 69,00 દંડ, વધારે ભાવ લેનારા પાર્લર, કરીયાણા, ઉત્પાદક સામે 6 કેસ કરી 18,000 દંડ, ચેક ચાક તેમજ વજન કાંટો ન ધરાવનાર 3 સામે કેસ કરી 26,000 દંડ, નોન સ્ટાન્ડર્ડ વજન માપ વિના વ્યાપાર કરતા 1 સામે 20,000 દંડ ફટકાર્યો હતો

બીજી બાજુ પાટણ જિલ્લામાં એક પેટ્રોલપપનો સંચાલક ચકાસણી મુદ્રાકન કર્યા વિના પેટ્રોલ ડીઝલ વેચતો ઝડપાયો હતો જેથી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જનરલ સ્ટોર, કરીયાણા દુકાન, તેલના વ્યાપારી, ડેરી પાર્લર સહિત 104 કેસ કરી મુદ્રાકન ચકાસણી કરાવ્યાં વિના વ્યાપર કરનાર 104 સામે કેસ કરી 1,28,100 દંડ ફટકાર્યો હતો આમ મહેસાણા પાટણ જિલ્લામાં તોલમાપ વિભાગે કુલ 133 કેસ કરી 3 લાખ 18 હજાર દંડ ફટકરી કાર્યવાહી કરી હતી

Previous Post Next Post