No results found

    બેલા નજીક ગરમીથી રાહત મેળવવા પાળી પર સૂતેલા યુવાનનું નીચે પડી જવાથી મોત, નાગડાવાસ ગામે માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધે આપઘાત કર્યો | Young man dies after falling down while sleeping on pari to get relief from heat near Bela, Nagdawas village, tired of mental illness, commits suicide | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Morbi
    • Young Man Dies After Falling Down While Sleeping On Pari To Get Relief From Heat Near Bela, Nagdawas Village, Tired Of Mental Illness, Commits Suicide

    મોરબી40 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    બેલા નજીક ગરમીથી રાહત મેળવા પાળી પર સૂતેલા યુવાનનું નીચે પડી જવાથી મોત
    મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ફેકટરીના લેબર ક્વાર્ટરના ત્રીજા માળની પાળી પરથી નીચે પડી જતા યુવાનને ગંભીર ઈજા પહોંચતાં મોત થયું હતું. જે મામલે મોરબી તાલુકા નોંધ કરી છે. મોરબી તાલુકાના નાગડાવાસ ગામમાં રહેતા વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

    બનાવની મળતી વિગતો મુજબ બેલા ગામની સીમમાં લેક્મી સિરામિકમાં રહીને મજૂરી કરતા સંજુ પન્નાલાલ ઘોર (ઉ.વ.27) નામના યુવાન ફેકટરીના ત્રીજા માળની છતની પાળી પરથી નીચે પડી જતા ગંભીર ઈજા થતાં મોત થયું હતું. બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ મનીષ બારૈયા અને નરેશ રીબડિયાની ટીમ ચલાવી રહી છે. જેમાં પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૃતક શ્રમિક યુવાન ગરમી હોવાથી છતની પાળી પર સૂવા ગયો હતો. અને નિંદ્રાધીન અવસ્થામાં નીચે પડી જતાં ઈજા પહોંચતાં તેનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    નાગડાવાસ ગામે માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધે આપઘાત કર્યો
    તો બીજા બનાવામાં નાગડાવાસ ગામમાં રહેતા રવાભાઈ અરજણભાઈ બોરીચા (ઉ.વ.70) નામના વૃદ્ધે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ પહોંચી હતી. મૃતદેહ પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી બનાવની વધુ તપાસ ચલાવી હતી જેમાં પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક બીમારીથી પીડાતા હતા જેથી આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. વધુ તપાસ પોલીસે ચલાવી રહી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال