ભાવનગરના 14 નાળા વિસ્તારમાં ડીમોલિશન અટકાવવા સ્ટે ન મળ્યો, અરજદારોએ કોર્પોરેશન સમક્ષ 15 દિવસમાં પુરાવા રજૂ કરવા પડશે | Stay not granted to stop demolition in 14 nala area of Bhavnagar, petitioners have to present evidence before corporation within 15 days | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Stay Not Granted To Stop Demolition In 14 Nala Area Of Bhavnagar, Petitioners Have To Present Evidence Before Corporation Within 15 Days

ભાવનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરના 14 નાળા નજીક ગેરકાયદે ઊભી થયેલી વસાહતને દૂર કરવા ડીમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, તેને અટકાવવા સ્થાનિક રહીશોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા. ત્યારે આજે બંને અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે અરજદારોને પુરાવા રજૂ કરવા 15 દિવસનો સમય આપવા મહાપાલિકાને હુકમ કર્યો હતો. તેમજ 15 દિવસના અંતે પુરાવાને ધ્યાને લઇ કોર્પોરેશનને નિર્ણય કરવા તેમજ અમલવારી માટે વધુ સમય આપવા જણાવ્યું હતું.

અંદાજે 40 કરોડની જમન પર દબાણ
મહાપાલિકાના માલિકીના પ્લોટ નંબર 1627, 1631, 1632, 1633, 1647 તથા 1648 મળી કુલ 9105 ચોરસ મીટર જેની અંદાજે કિંમત રૂપિયા 40 કરોડની જમીન પર ગેરકાયદે ઊભી થયેલી વસાહત દૂર કરવા કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ધરણા પર બેસેલા એક વૃધ્ધનું મૃત્યુ થતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. દરમિયાનમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ નેતૃત્વ લેતા અને રાજકીય ભાષણોથી રાજકીય દંગલ ગઈકાલથી શરૂ થયું છે, બીજી બાજુ કાનૂની લડત માટે 111 અને 10 મળી અરજદારોએ હાઇકોર્ટમાં અલગ-અલગ અરજી કરી દબાણ હટાવવાના હુકમો રદ કરી બાંધકામ દૂર નહીં કરવા અંગે મનાઈ હુકમ માગ્યો હતો.

અરજદારોને પુરાવા રજૂ કરવા 15 દિવસ અપાયા
ગુજરાત હાઇકોર્ટે આ મામલે આજરોજ સુનાવણી હાથ ધરતા હાઇકોર્ટ દ્વારા અરજદારોને પુરાવા રજૂ કરવા 15 દિવસ આપવામાં આવ્યા છે. ત્યારબાદ હુકમના અમલ માટે બીજા 15 દિવસ આપવામાં આવે તેવો નિર્ણય આપી બંને અરજીનો નિકાલ કર્યો હતો. વધુમાં હાઇકોર્ટ દ્વારા બાંધકામ નહીં તોડવા અંગે કોઈ મનાઈ હુકમ કર્યો નથી તેમ મ્યુ.કમિશનરે જણાવ્યું હતું.

Previous Post Next Post