ચોમાસા પહેલાં શહેરમાં ભારે વૃક્ષોને ટ્રીમિંગ કરો, જગતપુર બ્રિજ 15 જૂન સુધીમાં બનીને તૈયાર થઈ જશે | Trimming heavy trees in city before monsoon, Jagatpur Bridge to be built and ready by June 15 | Times Of Ahmedabad

અમદાવાદ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં ગત રવિવારે પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. આગામી ચોમાસા દરમિયાન આ રીતે વૃક્ષો ધરાશાયી ના થાય અને લોકોએ ભારે હાલાકીનો સામનો ન કરવો પડે તેના માટે જે પણ ભારે વૃક્ષો હોય તેને ટ્રીમિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. શહેરમાં જ્યાં પણ આવા ભારે અને ઘટાદાર વૃક્ષો જણાય તો ગાર્ડન વિભાગ દ્વારા તેને તાત્કાલિક કાપી નાના કરવા સૂચના આપી છે. ગાર્ડન વિભાગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 150 જેટલા વૃક્ષોને ટ્રીમિંગ કરવામાં આવ્યા છે. જો કે, કેટલીક જગ્યાએ નાગરિકો દ્વારા જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે ગાર્ડન વિભાગ દ્વારા કામગીરી ન કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.

રજાના દિવસોમાં સિવિક સેન્ટર ચાલુ રાખવા રજૂઆત
અમદાવાદ શહેરમાં જાહેર રજાના દિવસે પણ સિવિક સેન્ટરો ચાલુ રાખવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. દરેક સિવિક સેન્ટર એક એક શનિવારે- રવિવારે ચાલુ રાખવામાં આવે છે, જેના કારણે રજાના દિવસોમાં પણ નાગરિકો આવી અને પોતાની ફરિયાદો અને કામ કરાવી શકે છે. આ ઉપરાંત ગોતાથી વડસર સુધીની AMTS બંધ હતી, જેને ચાલુ કરવા માટેની પણ રજૂઆત થઈ હતી. અહીં RCCનો રોડ બનતો હતો, તેના કારણે આ બસ બંધ કરાવી હતી પરંતુ, તેને જલ્દીથી હવે ચાલુ કરવા જણાવવામાં આવ્યું હતું.

20-22 જૂન આસપાસ બ્રિજ ખુલ્લો મૂકાશે
આગામી 15 જૂન સુધીમાં જગતપુર બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, બ્રિજ બનીને તૈયાર છે માત્ર નાની કામગીરી બાકી છે જે ઝડપથી પૂર્ણ થાય જેથી 20 કે 22 જુન આસપાસ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકી શકાય.

Previous Post Next Post