વડોદરામાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 1.87 લાખના સોનાના ઘરેણાં લઈને ફરાર, પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી | In Vadodara, smugglers stole gold ornaments worth 1.87 lakh after breaking the lock of the locked house of the family who had gone to their son's house. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Smugglers Stole Gold Ornaments Worth 1.87 Lakh After Breaking The Lock Of The Locked House Of The Family Who Had Gone To Their Son’s House.

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં વધુ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. પરિવાર દીકરાને મળવા ગયા હતા. તે દરમિયાન તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું
મળેલી માહિતી પ્રમાણે મકરપુરા વિસ્તારમાં આવેલ વલ્લભ કોલોનીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા નર્મદાબેન જાટવ માનસિક રીતે અસ્વસ્થ પતિ સાથે એકલા રહે છે અને તેમનો પુત્ર અલગ રહે છે. નર્મદાબેન તા. 28 મેના રોજ મકાનને તાળું મારી પતિ સાથે દીકરાના ઘરે ગયા હતા અને રાત્રિ દરમિયાન પુત્રના ઘરે જ રોકાઈ ગયા હતા.

પરિવાર ચોંકી ઉઠ્યું
અજાણ્યા તસ્કરોએ નર્મદાબેનના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશી બેડરૂમની તિજોરીનું તાળું તોડ્યું હતું અને તિજોરીમાં મુકેલ રૂપિયા 1.83 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે પુત્રના ઘરેથી પરત ફરેલ નર્મદાબેને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોઈ ચોકી ઉઠ્યા હતા.

પોલીસ દોડી ગઇ
આ દરમિયાન તેઓએ ઘરમાં તપાસ કરતા તિજોરી તૂટેલી હતી અને તિજોરીનો સામાન વેરવિખેર નજરે પડ્યો હતો અને વધુ તપાસ કરતા તસ્કરો તિજોરીમાંથી રૂપિયા 1.83 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થઇ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ બનાવ અંગે નર્મદાબેન જાટવે સમગ્ર મામલે મકરપુરા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તસ્કરો કેવી રીતે ઘરમાં પ્રવેશ્યા અને કેવી રીતે ચોરી કરી ગયા તે અંગેની માહિતી મેળવી હતી.

લોકોમાં ગભરાટ
વલ્લભ કોલોનીમાં બનેલા ચોરીના આ બનાવે ચકચાર મચાવી મૂકી હતી. તે સાથે સોસાયટીના રહીશોમાં ગભરાટ પણ ફેલાવી દીધો હતો. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે તસ્કરોના સગડ મેળવવા માટે આસપાસમાં લાગેલા સી.સી.ટી.વી.ના ફૂટેજ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે.

Previous Post Next Post