નવસારી39 મિનિટ પહેલા
- કૉપી લિંક

નવસારી જિલ્લામાં ભૂતકાળમાં અનેક વખત ગાંધીનગરની સ્ટેટ મોનેટરીંગ સેલે દરોડા પાડી દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે ફરીવાર વિજલપોરના રાધાનગર વિસ્તારમાંથી દારૂના વેચાણ પર દરોડા પાડી 2 આરોપીની ધરપકડ કરવા સાથે એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 26,000 ના દારૂ સાથે કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કેસની તપાસ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કે. જે ચૌધરીને સોંપવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાધાનગર વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં આરોપી મહેશ દશરથ બદ્દલ તથા શનિ દાદાજી શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. દારૂનું વેચાણ કરનાર અનુપમા ઉર્ફે અનુ વિષ્ણુ લક્ષ્મણભાઈ બદ્દલને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. વિજલપુરમાં દારૂ ઝડપવા મામલે હાલ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી તો કરવામાં આવી છે પરંતુ સ્થાનિક પોલીસ સામે જિલ્લા પોલીસવડા શિક્ષાત્મક કાર્યવાહી કરે છે કે કેમ તે અંગે પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થયો છે.