સુરેન્દ્રનગર7 કલાક પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો કપાસની ગાસળીઓ અને પાવડા સહિતના ખેતીના ઓજારો સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસ ના પૂરતા ભાવ ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ કલેક્ટર કચેરીમાં સુત્રોચાર કર્યા હતા.

સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા છે. હાલ જિલ્લાના ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ મણે 1150 રૂપિયા મળી રહ્યા છે. જે ખેડૂતોને પોસાય તેમ ન હોય જે માટે પ્રતિ મણે 800 રૂપિયા સરકાર સબસીડી ખેડૂતોને ચૂકવે તેવી આપની પ્રશાસન વિભાગ સમક્ષ માગ કરવામાં આવી હતી.

ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. જેમાં કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો કપાસની ગાંસડીઓ અને પાવડા સહિતના ખેતીના ઓજારો સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતુ.



