નર્મદા સુગરે 2022-23ની પીલાણ સિઝનની શેરડીનો બીજો હપ્તો 73 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કર્યા | Narmada Sugar has deposited the second installment of sugarcane for the 2022-23 harvest season worth Rs 73 crore in farmers' accounts. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Narmada Sugar Has Deposited The Second Installment Of Sugarcane For The 2022 23 Harvest Season Worth Rs 73 Crore In Farmers’ Accounts.

નર્મદા (રાજપીપળા)2 કલાક પહેલા

  • કૉપી લિંક

દેશમાં ડિજિટલાઇઝેશનને વેગ આપવા વર્ષોથી પારદર્શક વહીવટ માટે નર્મદા જિલ્લાની ઘી નર્મદા ખાંડસરી ઉદ્યોગ ધારીખેડા જાણીતી છે. છેલ્લા 28-30 વર્ષથી એકધારું સાસણ ચલાવી બેસ્ટ રિકવરી, બેસ્ટ મેનેજમેન્ટથી લઈને અનેક રીતે વિવિધ કામગીરી કરીને નેશનલ અને રાજ્ય કક્ષાના મળી 25થી વધુ એવોર્ડ મેળવનાર નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમ કામગીરી કરી રહી છે. ત્યારે વર્ષોથી શેરડીનું વજન કટિંગની માહિતી અને પેમેન્ટ સુધીની કાર્યવાહી ઓનલાઇન ડિજિટલ કરવામાં આવે છે.

ત્યારે તાજેતરમાં તારીખ 1 જૂન 23ના રોજ પીઢ સહકારી આગેવાન અને સહકારી ક્ષેત્રના ભિષ્મ પિતા ગણાતા દિલીપસિંહ ગોહિલના હસ્તે નર્મદા સુગરના પીલાણ સિઝન 2022-23ના બીજા હપ્તાના 73 કરોડ રૂપિયા ડિજિટલ ઓનલાઇન પેમેન્ટ તેમના ઘરે જઈને લેપટોપ પણ તેમના હસ્તે એક ક્લિક કર્યું અને ખેડૂત સભાસદના સીધા ખાતામાં 73 કરોડ ગણતરીની મિનિટોમાં જમા થઇ ગયા. આ કાર્યક્રમ સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપસિંહ દાદા સાથે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, એમ.ડી, નરેન્દ્ર પટેલ, ડિરેક્ટર આઈ.સી.પટેલ, વિકેશ ધોબી સહિત આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને દિલીપસિંહ દાદાએ નર્મદા સુગરની આ ડિજિટલ કામગીરી અને પારદર્શિતાને બિરદાવી હતી.

Previous Post Next Post