વલસાડ જિલ્લામાં વાહકજન્ય રોગોનો ઉપદ્રવ અટકાવવા અભિયાન, અંદાજીત 3.50 લાખ ઘરોમાં સર્વેલન્સની કામગીરી શરૂ થશે | Campaign to prevent outbreak of vector-borne diseases in Valsad district, surveillance operations will begin in approximately 3.50 lakh households | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Campaign To Prevent Outbreak Of Vector borne Diseases In Valsad District, Surveillance Operations Will Begin In Approximately 3.50 Lakh Households

વલસાડ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘જુન માસ – મેલેરિયા વિરોધી માસ’ તેમજ વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી અંતર્ગત ચોમાસાની સિઝન દરમિયાન વાહકજન્ય રોગોનો ઉપદ્રવ અટકાવવા માટે જુન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવનાર છે. જે હેઠળ વલસાડ જિલ્લાની આશરે 18 લાખની વસ્તીના અંદાજીત 3.50 લાખ ઘરોમાં આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનો દ્વારા એન્ટી લાર્વલ એક્ટિવીટી પણ કરવામાં આવશે. આ ઉપરાંત અગાઉનાં વર્ષોમાં સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી અંદાજીત 16,000 દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

મલેરિયાથી બચવા માટે નીચે મુજબની કાળજી લેવી
ઘર અને કાર્યસ્થળની આજુ-બાજુ પાણી સંગ્રહ કરવાનાં પાત્રો હવાચુસ્ત રીતે બંધ રાખવા, એ.સી.અને કુલરની ટ્રે, છોડના કુંડા, પક્ષીઓને પીવાના પાણીના કુંડા દર ત્રીજા દિવસે સાફ કરવા, અગાશી અને છજામાં વરસાદી પાણી ન ભરાય તેની તકેદારી રાખવી, સિમેન્ટની ટાંકી, સીડી નીચે આવેલા ટાંકા, બેરલ, પીપ વિગેરેને ઢાંકીને રાખવા તેમજ આસપાસથી ટાયર, ડબ્બા, બિનજરૂરી ભંગારનો નિકાલ કરવો, સંધ્યા સમયે ઘરના બારી દરવાજા બંધ રાખવા, મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો, પૂરું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં લીમડાનો ધુમાડો તેમજ મચ્છર વિરોધી અગરબત્તીનો ઉપયોગ કરવો, પાણીના જે સ્ત્રોત ઢાંકી શકાય તેમ ન હોય તેમાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકાવવી, જો કોઈ વ્યક્તિને તાવ આવતો હોય તો ફીવર હેલ્પલાઈન નં. ૧૪ ઉપર સંપર્ક કરવો અથવા નજીકના આશા બહેન, આરોગ્ય કર્મચારી કે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવવી તેમજ રોગ અટકાયતી કામગીરી માટે આવતા આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોને જરૂરી સાથ સહકાર આપવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જનસમુદાયને અનુરોધ કર્યો છે. આ કામગીરીને ઝુંબેશના રૂપે હાથ ધરી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી જ રહી છે. આ તમામ કામગીરીનું ઘનિષ્ઠ સુપરવિઝન જિલ્લા મેલેરિયા અધિકારી દ્વારા કરવામાં આવશેએમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વલસાડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Previous Post Next Post