સુરત શહેરને વધુ 8 ફલાયઓવર નિર્માણ માટે 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી | Chief Minister gives in-principle approval to Rs 390 crore revised proposal for construction of 8 more flyovers in Surat city | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Chief Minister Gives In principle Approval To Rs 390 Crore Revised Proposal For Construction Of 8 More Flyovers In Surat City

સુરત28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત શહેરમાં ટ્રાફિક ભારો ઓછું કરવા વધુ આઠ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ થશે - Divya Bhaskar

સુરત શહેરમાં ટ્રાફિક ભારો ઓછું કરવા વધુ આઠ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ‘ઇઝ ઓફ લિવીંગ’ને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.

ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે લેવાયો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડાએ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજૂ કરેલી તળાવ વિકાસના 10 જેટલા કામોની રૂપિયા 36.69 કરોડની દરખાસ્તને પણ અનુમોદન આપ્યું છે. સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી 8 ફલાયઓવર નિર્માણની 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સુરતમાં વધતા વાહનોની સંખ્યા માટે બ્રિજ જરૂરી
સુરત શહેરમાં સતત ફલાયઓવર અવરોધો બની રહ્યા છે એટલું જ નહીં પરંતુ, ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આ બ્રિજનું નિર્માણ પણ ખૂબ જરૂરી બની ગયું છે. મુખ્યમંત્રી દ્વારા 390 કરોડ જેટલા બ્રિજ માટે ફાળવવામાં આવ્યા છે, જેનાથી સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકોને થોડો હાશકારો થઈ શકશે. સુરત ઔદ્યોગિક શહેર છે અને સતત વસ્તી વધી રહી છે અને વાહનોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ટ્રાફિક ગામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન છે. સુરત શહેરનો જો તરફી વિકાસ થતો હોવાને કારણે તમામ અલગ અલગ ઝોનમાં ફ્લાય ઓવર બ્રિજની જરૂરિયાત વર્તાઈ રહી છે.

Previous Post Next Post