સરસ્વતી તાલુકામાંથી 80થી વધુ લોકોએ ધર્માંતરણ માટે અરજી કરતા કલેકટરે સુનાવણી માટે બોલાવ્યાં | More than 80 people from Saraswati taluka were called for hearing by the Collector applying for conversion | Times Of Ahmedabad

પાટણ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકા બાદ હવે સરસ્વતી તાલુકાના ગામોમાંથી ધર્માંતરણ માટે અરજી કરવામાં આવતા કલેક્ટર દ્વારા અરજદારોને બોલાવી અભિપ્રાય લેવામાં આવ્યાં છે. આ અરજી મામલે કોઈ નિર્ણય લેવાયો નથી.

સિદ્ધપુર તાલુકા બાદ સરસ્વતી તાલુકાના કોઇટા વાસણી વાગડોદ કાનોસણ અને ચારૂપ ગામમાંથી સહ પરિવાર મળી કુલ 80થી વધુ લોકો દ્વારા જાતિ અપમાનિત ઘટનાઓથી દુઃખી થઈ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં જવા માટે ધર્માંતરણની મંજૂરી લેવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી. ગુરુવારે અરજદાર પૈકી 60 લોકોને કલેકટર અરવિંદ વિજયન દ્વારા સુનાવણી માટે રૂબરૂ બોલાવી તેમના અભિપ્રાય લેવામાં આવ્યાં હતા. જેમાં ધર્માંતરણ અંગે કલેકટર દ્વારા કારણ અંગે પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવ્યાં હતા.

અન્ય બાકી અરજદારોને આગામી 15 – 20 જૂન દરમ્યાન સુનાવણી માટે બોલવવામાં આવ્યા છે. હાલમાં અરજી કરનાર લોકોને કોઈ દબાણ પૂર્વક ધર્માંતરણ કરાઈ રહ્યું નથી તે બાબતે પુછપરછ કરાઈ છે. તેવું અરજદાર જગદીશભાઈ પરમારે જણાવ્યું હતું.

Previous Post Next Post