જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થતા શોધખોળ હાથ ધરાઈ | The accused, who is undergoing treatment at the Junagadh Civil Hospital, was absconding from police custody and a search was conducted | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Accused, Who Is Undergoing Treatment At The Junagadh Civil Hospital, Was Absconding From Police Custody And A Search Was Conducted

જુનાગઢ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલો ડ્રગ્સ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ડ્રગ્સના કેસમાં જેલમાં રહેલો અને 25 દિવસ પહેલા પેરોલ જંપ કરી ફરાર થઈ ગયેલા સાગર રાઠોડ નામના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ વી.કે. ઊંજિયા અને તેમની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી નશીલો પદાર્થ પી જતા પોલીસે તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં આરોપી સાગર રાઠોડ સારવારની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે સમયે જ પીએસઆઇ અને ડોક્ટરને ધક્કામુક્કી કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ તો આરોપી સાગર રાઠોડ ને પકડવા પેરોલ ફલો સ્કોડ અને જુનાગઢ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે અગાઉ પણ આરોપીઓ ભાગવાના કિસ્સાઓમાં જવાબદાર પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ગંભીર ગુનાનો આરોપી ભાગી જતા હાલતો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

Previous Post Next Post