Thursday, June 1, 2023

ભાવનગરની વરતેજ પોલીસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો | Bhavnagar's wartime policies rushed bootleggers along with quantities of English liquor | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસની ટીમે વરતેજમા પેટ્રોલીંગ દરમ્યાન ઘર પાસે એક બુટલેગર સ્કૂટર પર ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોય જેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના સમયે વરતેજ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, ખાટકીવાડમા એક શખ્સ પરપ્રાંતિય શરાબનો જથ્થો સ્કૂટર પર રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે ખાટકીવાડમા રેડ કરી એક્ટિવા સ્કૂટર નં-જી-જે-04-ઈડી-3735 પર સવાર શખ્સને અટકમાં લઈ તેને નામ-સરનામા સાથે સ્કુટરની તલાશી હાથ ધરી હતી, જેમાં અટક કરેલ શખ્સે પોતાનું નામ અસ્લમ રફિક બાવનકા ઉ.વ.27 રે.ખાટકીવાડ વરતેજ હોવાનું જણાવ્યું હતું અને સ્કૂટર પર લગાવેલ થેલા માથી પરપ્રાંતિય બનાવટની ઈંગ્લીશ દારૂની 11 બોટલ વિના પાસપરમિટે મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ એક મોબાઈલ તથા સ્કૂટર મળી કુલ રૂ.33,980નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી બુટલેગર વિરુદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.