સાબરકાંઠા (હિંમતનગર)34 મિનિટ પહેલા
- કૉપી લિંક

સાબરકાંઠામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઈવે પર બપોરના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યાં ટક્કર એટલી જોરદાર હતી. કે, યુવક ગાડી સાથે અથડાતા હવામાં ઉછળ્યો ને ગાડીના બોનેટ પર પછડાયો બાદમાં જમીન પર પછડાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાનો સમગ્ર વીડિયો ગાડીમાં લાગેલા કેમેરામાં કેદ થયો હતો. જે આધારે હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં કેદ
કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત
હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઈવે પર આજે બુધવારે બપોરના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. હિંમતનગર તરફથી આવતી કાર સાથે રણાસણ પાસે બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલકને ખાનગી વાહનમાં રણાસણ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે 108માં હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, અકસ્માત અંગે તલોદ પોલીસને સિવિલ વિભાગ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઈકસવાર ઈજાગ્રસ્ત યુવક
ગાડીના ડેસબોર્ડ પર લગાવેલા કેમેરામાં અકસ્માત કેદ
ગાડી પર લગાવેલા કેમેરામાં અકસ્માતનો સમગ્ર વીડિયો કેદ થયો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે. કે, ગાડી ચાલક બાજુમાં જતી એક ગાડીને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. ત્યાં એક બાઈક સવાર બાઈક લઈને સામેથી આવતો હતો. અચાનક જ ગાડી આવતા જોઈ બાઈકચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કરતા બાઈક આડી થઈને સ્લિપ ખાઈ જતાં ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી બાઈક સવાર યુવક ગાડી સાથે અથડાતા હવામાં ઉછળ્યો ને ગાડીના બોનેટ પર પછડાયો બાદમાં જમીન પર પછડાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્યારે યુવકની હાલત સ્થિર જણાઈ છે.

ગાડીના ડેસબોર્ડમાં લાગેલા કેમેરામાં અકસ્માત કેદ

બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો