એક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકે 2013માં આશારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે સુરતની બે બહેનોએ રેપની ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે આશારામ જોધપુરમાં આવા જ કેસમાં જેલમાં બંધ હતો. આ કેસ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલ્યો જ્યાં આસારામ તેની પત્ની, દીકરી સહિત અન્ય પાંચ આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આજીવન કારાવાસની સજા સંભળાવી
આ કેસમાં યુવતીએ વર્ષ 2001થી 2006 દરમિયાન સાબરમતી ખાતેના આશ્રમમાં તેની પર આશારામ દ્વારા રેપ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત થયું હતું. જ્યારે ગાંધીનગર કોર્ટે આશારામને ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં સેક્શન 376 રેપ, 354 (A) સેક્સુઅલ હેરેસમેન્ટ, 377 વગેરે અંતર્ગત આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. જ્યારે આશારામની પત્ની, દીકરી ભારતી સહિત અન્ય ચાર મહિલા આરોપી ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરાને પુરાવાના અભાવે છોડી દેવામા આવ્યા હતા.
છોડી મુકાયેલા આરોપીઓ સામે પિટિશન
જો કે, રાજ્ય સરકારના કાયદા વિભાગે નિર્ણય કર્યો છે કે, આ કેસમાં ગાંધીનગર કોર્ટ દ્વારા છોડી મુકાયેલા છ મહિલા આરોપીઓ સામે હાઇકોર્ટમાં અપીલ કરવામા આવશે. રાજ્ય સરકારના કાયદા વિભાગે સમગ્ર ચુકાદાનું વિશ્લેષણ કરીને આ નિર્ણય કર્યો છે. આ અંગેનું રિઝોલ્યુશન કાયદા વિભાગે પાસ કર્યું છે. જેમાં છોડી મુકાયેલા આરોપીઓ સામે પિટિશન ઉપરાંત આશારામને જોધપુર અને સુરતની યુવતીઓ સાથેના રેપ કેસમાં મળેલી આજીવન કારાવાસની સજા એક સાથે કાપવાની હુકમની સત્તા ટ્રાયલ કોર્ટ પાસે નથી તેમ બે વાત રહેશે. કારણ કે રાજસ્થાન અને ગુજરાત બન્ને રેપ કેસ અલગ છે.
0 comments:
Post a Comment