વલસાડમાં યુનાઇટેડ ગુજરાત મિસ્ટર એન્ડ મિસિસ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે યોજાયું, સ્પર્ધકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો | Grand finale of United Gujarat Mr. and Mrs. competition was held in Valsad, the contestants were in a happy mood | Times Of Ahmedabad

વલસાડ6 કલાક પહેલા

  • કૉપી લિંક

યુનાઇટેડ ગુજરાત ધ બિગેસ્ટ બ્યુટી સ્પર્ધાનું આયોજન વલસાડમાં કરવામાં આવ્યું હતું. વલસાડના રીગલ હોટલ ખાતે પ્રથમ વખત વલસાડની અંદર મિસ્ટર એન્ડ મિસિસ તેમજ કિડ્સ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેનું ગ્રાન્ડ ફિનાલે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર, દમણ, સેલવાસ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે 40 જેટલા મિસ્ટર, મિસ, મિસિસ તેમજ બાળકો સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા.

29મી મેં થી શરૂઆત થયેલા આ આયોજન 30 તેમજ 31 મે સુધી ચાલ્યો હતો અને જેનું ગ્રાન્ડ ફિનાલે વલસાડના સાંઈ લીલા મોલ ખાતે આવેલ રીગલ હોટલ ઉપર યોજવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના પ્રથમ આ ભવ્ય આયોજનમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં સ્પર્ધકો તેમજ વાલીઓ સહિત વલસાડ જિલ્લાના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શાનદાર રીતે જયુરી તેમજ આર્યન સિંગની એન્ટ્રી કરવામાં આવી હતી. આયોજનમાં મુખ્ય મહેમાન જયુરી દીપ્તી વોરા (મુંબઈ )ઇન્ટરનૅશનલ કોડીયોગ્રાફર , ક્રમિક યાદવ (અહમદાવાદ ) કેમેલેરો યુનિવરસલ વિનર, વિનર ઓફ મિસ્ટર ઇન્ડિયા, સત્ય પટેલ ( વડોદરા )એક્ટર મોડલ ગ્રૂમલ ઇન્ફલુવેન્સર , ક્રિના મિસ્ત્રી ( વડોદરા )મિસીસ એસિયા કોન્ટીનેટટ કવિન મિસીસ પોપ્યુલર ગુજરાત , પ્રિતેશ શાહ ( મુંબઈ ) સેલિબ્રિટી ડિઝાઇનર, અર્ચના બિગ બોસ સ્પર્ધકના ડિઝાઇનર ઉપસ્થિત રહી આયોજનની શોભા વધારી હતી. યુનાઇટેડ ગુજરાત મિસ્ટર, મિસ, મિસીસ તેમજ કિડ્સ સ્પર્ધાનું ભારતમાં પ્રથમ સફળ આયોજન વલસાડમાં કરવામાં આવ્યું હતું. વલસાડનો આર્યન સિંગ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ એક સ્પર્ધક તરીકે ઉભરી આવ્યો હતો. દરેક સ્પર્ધામાં વિજેતા બન્યો હતો અને વલસાડનું ગૌરવ વધાર્યું હતું.

Comments

Popular posts from this blog

Jimmy Butler shrugs off Miami return - Just 'another game'

Refined carbs and meat driving global rise in type 2 diabetes, study says