સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં નાયબ મુખ્ય દંડકની હાજરીમાં યોજાયેલી બેઠકમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ન પડે તે માટે જરુરી સૂચનો કર્યા | In a meeting held in the presence of the Deputy Chief Constable at the Surendranagar Collector's office, necessary suggestions were made to prevent the suffering of patients in the government hospital. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • In A Meeting Held In The Presence Of The Deputy Chief Constable At The Surendranagar Collector’s Office, Necessary Suggestions Were Made To Prevent The Suffering Of Patients In The Government Hospital.

સુરેન્દ્રનગર7 કલાક પહેલા

  • કૉપી લિંક

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડકે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચનો આપ્યા હતા.

વધુમાં તેમણે સરકારી હોસ્પિટલમાં સફાઈ માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલમાં આવતા કોઈપણ દર્દીને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સંબંધીત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં વરસાદી પાણીના લીધે દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.મનીષ મુડગલ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

Previous Post Next Post