ભાવનગર6 કલાક પહેલા
- કૉપી લિંક

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાલીતાણા પંથકમાં પેટ્રોલીંગમા હોય એ દરમિયાન બાતમીદારોએ આપેલી ચોક્કસ બાતમી આધારે ઘેટી રીંગરોડ પરથી એક પિસ્ટોલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

પિસ્ટોલની ત્રણ વર્ષ પહેલાં ખરીદી કરી હતી
આગામી દિવસોમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા શહેર-જિલ્લામાં કાયદો-વ્યવસ્થા સંદર્ભે વિશેષ પગલાઓ લેવા સાથે સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હોય જેમાં ગતરોજ એલસીબીનો સ્ટાફ પાલીતાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતો. એ દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે ઘેટી રીંગરોડ પર રહેતો ભંગારી પોતાના કબ્જામાં ગેરકાયદે દેશી તમંચા જેવું હથિયાર ધરાવે છે, જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતાં સ્થળ પરથી ગફાર ઉર્ફે ભંગારી મુસા રાંધનપરા ઉ.વ.55 મળી આવ્યો હતો. જેની અંગઝડતી કરતાં તેના કબ્જામાથી દેશી બનાવટની પિસ્ટોલ વિના પાસ-પરમિટે મળી આવી હતી. જેથી આ હથિયાર કયાથી લાવ્યો તેમ પુછતાં ભંગારીએ મૂળ હરિયાણા ના મુબારકપુરનો વતની અને હાલ પાલીતાણા-ઘેટી રીંગરોડ પર પરીમલ સોસાયટીમાં રહેતા માહુનખાન ઉર્ફે મોઈન સુલેમાન સૈયદ પાસેથી ત્રણ વર્ષ પહેલાં ખરીદી કર્યાં ની કેફિયત આપતાં એલસીબી એ મોઈન ઉ.વ.36 ની પણ ધડપકડ કરી રૂપિયા 5 હજારની કિંમત ની પિસ્ટલ કબ્જે કરી બંને શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી-મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.