Thursday, June 1, 2023

સાગબારાના દેવમોગરા ગામે લાલચ આપી છેતરપીંડી કરીને ભાગી ગયેલા આરોપીઓ ઝડપાયા, નર્મદા LCBએ રૂ.3.68 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો | Devamogra village of Sagabara nabbed accused who cheated and escaped, Narmada LCB seized Rs.3.68 lakh | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના સગબારા દેવમોગરા મંદિર ખાતે નડિયાદની મહિલાને એકના ડબલ કરવાની લાલચ આપી દોઢ લાખની છેતરપિંડીનો ગુનો બન્યો હતો. જે ગુનાને ડિટેકટ કરવા નર્મદા પોલીસ અધીક્ષક પ્રશાંત સુમ્બેએ LCB નર્મદા PI જે.બી.ખાંભલા, PSI જી.બી વસાવા અને આખી ટીમ દ્વારા ગુનાના ડીટેક્ટ કરવા વાહન ચેકીંગ કરતા હતા.

જે દરમિયાન બાતમીદારથી હકીકત મળી હતી કે, આ ગુનાના આરોપીઓ સાગબારા વિસ્તારના પાડી ગામે છેતરપીંડીની રોકડ રકમના ભાગ પાડી રહ્યાં છે. જે ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફે પાડી ગામે રેઇડ કરતા બે આરોપીઓને રોકડ રકમ રૂ, 17,580 તથા ફોરવ્હીલ અને મોટર સાયકલ તથા મોબાઇલ નંગ-5 મળી કુલ 3,68,080નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની અટકાયત કરી આગળની વધુ તપાસ અર્થે સાગબારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓમાં મધુકર વેસ્તા વસાવા (રહે. મોટી પરોડી તા. સાગબારા જિ.નર્મદા) અને અરવિંદભાઇ કોથીયાભાઇ વસાવા (રહે. પાડી તા.સાગબારા જી.નર્મદા). જ્યારે ભાગી ગયેલા આરોપીઓમાં યશવંત રમેશભાઇ વસાવા (રહે. જંગલ આમલપાડા તા.સોનગઢ જી.તાપી) અને બીજો એક અજાણ્યો ઇસમ હોવાની જાણકારી મળી છે. આ આરોપીઓને સાગબરા પોલીસને સોંપવામાં આવ્યા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.