રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

કાલાવડ રોડ પર આવેલ મહાનગરપાલિકાના સ્વિમીંગ પુલની બાજુમાં મિત્ર સાથે ફાકી ખાવા ઉભેલા વેપારી યુવક પર તેના સસરાએ કાર ભટકવી ધોકાથી બેફામ ફટકાર્યો હતો. તેને બચાવવા વચ્ચે પડેલ તેના મિત્રને પણ માર મારી કારમાં અપહરણ કરી નાસી છૂટ્યા હતાં. આ બનાવમાં ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવારમાં ખસેડાયા છે. આ બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદ પરથી મહિલા સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધી કાર્યાવાહી હાથ ધરી છે. ફરિયાદી હિરેનભાઇ પરમારે આરોપી તરીકે તેના સસરા અશ્ર્વિન હરિ ફળદુ, સાળો દર્શન અને સાસુ જયશ્રીબેનનું નામ આપ્યું હતું. પોતે કૃપાલી સાથે લવમેરેજ કર્યા હોવાનો ખાર રાખી આરોપીઓએ આ હુમલો કરીને મિત્ર અંકિતનું અપહરણ પણ કર્યું હતું. હાલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
પત્નીનાં પ્રેમીએ યુવકને જાનથી મારવાની ધમકી આપી
શહેરમાં પતિ-પત્ની ઔર વો નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીનાં પ્રેમીએ એક યુવકને જાનથી મારવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. સહકાર સોસાયટીમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરનાર મોહિત કિરીટસિંહ મકવાણાએ ફરિયાદમાં આરોપી તરીકે માટેલ સોસાયટીનાં જયદીપ ભરતભાઈ પરમારનું નામ આપ્યું હતું. અને જણાવ્યું હતું કે, પત્ની જલ્પાબેને તેના ઉપર ભરણપોષણનો કેસ કર્યો હોય પોતે વકીલ પાસે જતો હતો. ત્યારે પત્નીનાં પ્રેમી જયદીપ પરમારે કહ્યું હતું કે, તું તારી પત્ની જલ્પા સાથે છૂટાછેડા લઈ લે નહીંતર તને જાનથી મારી નાખીશ. હાલ ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો નોંધી જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
20 દિવસ પૂર્વે આવેલા પરપ્રાંતીય શ્રમિકનો આપઘાત
જામનગર રોડ પર આવેલા જલારામ મંદિર પાસે વર્ધમાન સાઈટ પર રૂમમાં રહેતા 20 વર્ષીય રોહિત બંસીલાલ કનેશએ પોતાના રુમમાં રાત્રીના સમયે છતના હુકમાં શર્ટ બાંધી ગળા ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાને પગલે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. રોહિત મૂળ મધ્ય પ્રદેશનો વતની અને 20 દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકની પત્ની સગર્ભા છે. પોતે બે બહેન એક ભાઈમા નાનો હતો. હાલ આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રસંગમાંથી કામ છે કહી નિકળેલા યુવકનો આપઘાત
ઘણા સમયથી આપઘાત કરતો નાની ઉંમરના યુવકોમાં સામાન્ય બનતું જઈ રહ્યું છે. તેવો જ એક બનાવ હુડકો ચોકડી પાસેની કિરણ સોસાયટીમાં એક ખાનગી બેંક સેલ્સ મેનેજરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હુડકો ચોકડી કિરણ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય રૂષભ નવીનભાઈ દેગડા ગઈકાલે સાંજે તેના માતા-પિતા અને નાનાભાઈ સાથે એક પ્રસંગમાં જમવા માટે ગયો હતો. જોકે પરીવારજનો પ્રસંગ માણતા હતાં ત્યારે યુવકે તેના પિતાને મારે કામ છે. એટલે જાવ છું કહી પોતાના ઘરે પહોંચ્યો હતો. બાદમાં પંખાના હુકમાં દોરડા વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘરે પરત ફરેલા પરીવારજનોએ રૂમનો દરવાજો ખોલતાં પુત્રને લટકતો જોઈ આક્રંદ મચાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
0 comments:
Post a Comment