- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Announcement Of Promotion Under Career Advancement Scheme For MS Uni Teachers, Promotion From Assistant Professor To Associate Professor And Associate Professor To Professor
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

UGCના નિયમ મુજબ યુનિર્વસિટીના શિક્ષકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ પ્રમોશન મળતું હોય છે. થોડા સમય પહેલા UGC દ્વારા નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા અને તે રાજ્ય સરકારમાં વિચારધીન હતા. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતાની સાથે જ વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવે એક કમિટીનું ગઠન કરીને UGCના નિયમ અને રાજ્ય સરકારના દિશા-નિર્દેશનો અભ્યાસ કરી જરૂરી ફોર્મ્સ તૈયાર કરાવ્યા અને તા.23-05-2023ના રોજ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ પ્રમોશન માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અસિસ્ટન્ટ પ્રોફેસરથી એસોસિયેટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરથી પ્રોફેસરના પ્રમોશન માટે એલિજીબલ શિક્ષકોએ એમ.એસ. યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી 30-06-2023 સુધીમાં હાર્ડ કોપીમાં જમા કરાવવાનું રહેશે. યુજીસીના નિયમ 2010 અને 2018ના આધારે એલિજીબલ શિક્ષકો પાસેથી એપ્લિકેશન મંગાવવામાં આવી રહી છે
MS યુનિ. દ્વારા લેવાતી પીએચડી એન્ટરન્સ ટેસ્ટ એટલે પેટ -2023ની જાહેરાત
વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવે લગતા વળગતા વિભાગો અને ફેકલ્ટી ડિન્સ સાથે સંકલન કરી તા.16-07-2023ને રવિવારના રોજ પેટ-2023ની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરી. ગત વર્ષે આ ટેસ્ટ 7 ઓગસ્ટ 2022ના રોજ લેવામાં આવી હતી. જેમાં 965 જેટલા કેન્ડીડેટ્સ નું 61 જેટલા વિષયોમાં રજીસ્ટ્રેશન થયું.
ફોર્મ્સ ભરવાની પ્રોસેસ સંપૂર્ણ ઓનલાઇન રહેશે
વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવે ફેકલ્ટી ડિન્સને વધુમાં વધુ વિદ્યાર્થીઓ પેટની પરીક્ષા પાસ કરી પી. એચડી માટે રજીસ્ટ્રેશન કરાવી રીસર્ચમાં જોડાય તે માટે થઈ ને માસ્ટર ડિગ્રીના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા કરી અવેરનેસ વધારવા ઉપર ભાર મૂક્યો હતો. પી એચ ડી એંટરન્સ ટેસ્ટ નું નોટિફિકેશન ટૂંક સમય માં વેબ સાઇટ ઉપર મૂકવા માં આવશે અને તેની માટેના ફોર્મ્સ ભરવાની પ્રોસેસ સંપૂર્ણ ઓનલાઇન રહેશે .