રેસલરના સમર્થનમાં ઇન્કમટેક્સ પાસે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો વિરોધ પ્રદર્શન, હાથમાં બેનર પકડી સૂત્રોચ્ચાર કર્યા | Activists of Youth Congress and NSUI staged a protest near Income Tax in support of Ressler, held banners and raised slogans. | Times Of Ahmedabad

અમદાવાદ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દિલ્હીમાં છેલ્લા કેટલાય સમયથી રેસલર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. અમદાવાદમાં આજે યુથ કોંગ્રેસ દ્વારા રેસલરના સમર્થનમાં વિરોધ કરવામાં આવ્યો હતો. રોડ રસ્તા બંધ કરીને વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

કાર્યકરોની ટિંગાટોળી કરી પોલીસે અટકાયત કરી
રેસલરના વિરોધને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે ત્યારે અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા. સૂત્રોચ્ચાર અને હાથમાં બેનર સાથે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો રોડ રસ્તા બંધ કરીને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે અમદાવાદ પોલીસે તમામની અટકાયત કરી હતી. કેટલાક કાર્યકરોની ટિંગાટોળી કરીને પણ પોલીસે અટકાયત કરી હતી.

જિલ્લા અને તાલુકા કક્ષાએ વિરોધ કરીશું
ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રવિણસિંહ વનોલે જણાવ્યું હતું કે, દેશની દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું છે. તેમના સમર્થનમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દીકરીઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કરીશું. આગામી સમયમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ વિરોધ કરીશું અને જરૂર પડશે તો વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું.

Previous Post Next Post