વડોદરાના ગોત્રી ગોકુલનગરના લોકો ચાર માસથી દુષિત પાણી પીવે છે, સ્થાનિક લોકોએ શહેર કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરી | People of Vadodara's Gotri Gokulnagar have been drinking contaminated water for four months, local people have submitted to the city Congress president. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • People Of Vadodara’s Gotri Gokulnagar Have Been Drinking Contaminated Water For Four Months, Local People Have Submitted To The City Congress President.

વડોદરા16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના માર્ગદર્શન હેઠળ આગામી તા. 11 જુનના રોજ વડોદરામાં “જનમંચ” કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે શહેરના 19 વહીવટી વોર્ડમાં પડી રહેલી મુશ્કેલીઓનો તાગ મેળવવા શહેર કોંગ્રેસ પ્રમુખે આજે 10 નંબરના વોર્ડથી શરૂઆત કરી હતી. વોર્ડ નંબર-10માં સમાવિષ્ઠ ગોત્રી ગોકુલ નગરના રહીશોએ ચાર માસથી દુષિત પાણી પી રહ્યા હોવાની રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઇ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, તા.2 જુનના રોજ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવશે અને આ પ્રશ્નનો ત્વરીત ઉકેલ લાવવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

આજથી મુલાકાતની શરૂઆત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આગામી તા. 11 જુનના રોજ સમગ્ર ગુજરાતમાં “જનમંચ” કાર્યક્રમનું આયોજન કરવા જઇ રહી છે. આ “જનમંચ” કાર્યક્રમ હેઠળ લોકોને પડી રહેલી મુશ્કેલીઓ સાંભળવામાં આવશે અને મુશ્કેલીઓ સાંભળ્યા બાદ લોકોના પ્રશ્નોનું વહેલી તકે કેવી રીતે નિરાકરણ લાવી શકાય તે અંગેની ચર્ચા વિચારણા કરનાર છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષીએ આજથી વડોદરા મહાનગર સેવા સદનના 19 વહીવટી વોર્ડમાં લોકોના પ્રશ્નો સાંભળવા જવાની શરૂઆત કરી છે. આજે વોર્ડ નંબર-10ના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં તેઓને ગોત્રી ગોકુલ નગરના રહીશોની પાણીની ગંભીર ફરિયાદ મળી હતી.

ગોત્રી ગોકુલનગરમાં દુષિત પાણીની ગંભીર સમસ્યા

ગોત્રી ગોકુલનગરમાં દુષિત પાણીની ગંભીર સમસ્યા

સ્થાનિક લોકોએ રજૂઆત કરી
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષીને ગોત્રી ગોકુલનગરના રહીશોએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ચાર માસથી દુષિત પાણી પી રહ્યા છે. પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ ઓફિસમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ, કાઉન્સિલરો કે વોર્ડ ઓફિસ દ્વારા અમારો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. દુષિત પાણી પીવાના કારણે લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. લોકોની ફરિયાદ સાંભળ્યા બાદ કોંગ્રેસ પ્રમુખે વહેલી તકે પ્રશ્ન થશે તેવી હૈયાધારણ આપી હતી.

ગોકુલનગરના લોકોએ પાણીના પ્રશ્ને રજૂઆત કરી

ગોકુલનગરના લોકોએ પાણીના પ્રશ્ને રજૂઆત કરી

પાલિકામાં રજૂઆત કરાશે
આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષીએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનમાં ભાજપા 25 વર્ષથી શાસન કરી રહ્યું છે પરંતુ, વડોદરાના લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી શક્યું નથી. ગોત્રી ગોકુલનગરના લોકો ચાર માસથી દુષિત પાણી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. આ વિસ્તારના તમામ કાઉન્સિલરો ભાજપાને છે. વિસ્તારના લોકોએ તેઓને ચૂંટીને મોકલ્યા છે પરંતુ, લોકોના પ્રશ્નો હલ કરવા માટે હવે કોઇ કાઉન્સિલરો દેખા દેતા નથી પરંતુ, કોંગ્રેસ ગોત્રી ગોકુલનગરની સાથે છે. આ પ્રશ્ન અંગે તા.2 જુનના રોજ પાલિકામાં રજૂઆત કરવામાં આવશે અને રજૂઆત પછી પણ આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ નહિં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Previous Post Next Post